જે બંધારણ બદલવાનો પ્રયાસ કરશે, પ્રજા તેમની આંખો કાઢી લેશેઃ લાલુ પ્રસાદ યાદવ
- RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
- સરકારને 400 બેઠકોની એટલા માટે જરૂર છે કારણ કે બંધારણમાં ફેરફાર કરી શકાય: લાલુ
પટના, 15 એપ્રિલ: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદે આજે સોમવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે, “ઘણી ગભરાટ છે, તેઓ (ભાજપ) ડરમાં 400 પાર કરવાની વાત કરી રહ્યા છે, તેમના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમે સંવિધાનને બદલી નાખીશું. જે કોઈ પણ બંધારણ બદલવાનો પ્રયાસ કરશે, જનતા તેમની આંખો કાઢી લેશે” લાલુ પ્રસાદ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું કે, “સરકારને 400 બેઠકોની જરૂર છે જેથી કરીને બંધારણમાં ફેરફાર કરી શકાય.” ઉલ્લેખનીય છે કે, ભાજપે પણ આ દાવાને સત્તાવાર રીતે ફગાવી દીધો છે અને કહ્યું છે કે, “બંધારણમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.”
#WATCH | Patna: Former Bihar CM & RJD leader Lalu Yadav says, “There is anxiety (in BJP). They (BJP) know that they are losing. They are saying ‘400 paar’ to demoralize people. Their party leaders are continuously saying that they’ll change the constitution, this constitution has… pic.twitter.com/jEteogJaGM
— ANI (@ANI) April 15, 2024
જનતા આંખો બહાર કાઢી લેશે: લાલુ પ્રસાદ યાદવ
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, “ઘણી ગભરાટ છે, તેઓ (ભાજપ) ગભરાટમાં 400 પાર કરવાની વાત કરી રહ્યા છે, તેમના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમે બંધારણ બદલીશું. આ બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલું બંધારણ છે. બંધારણ બદલવાની કોશિશ કરશે તો દેશના દલિત, પછાત અને ગરીબ લોકો તેમની આંખો કાઢી લેશે, દેશની જનતા માફ નહીં કરે, તેઓ સરમુખત્યારશાહી લાવવા માંગે છે, બંધારણ બદલવું એટલે લોકશાહી બદલવી. ભાજપ અને નરેન્દ્ર મોદીએ યાદ રાખવું જોઈએ કે અગાઉ મોહન ભાગવતે અનામતની સમીક્ષા કરવાની વાત કરી હતી અને દેશની જનતાએ તેમના ઈરાદા પર પ્રતિક્રિયા આપી હતી.”
તેજસ્વી યાદવે આપ્યો હતો ટેકો
આ દરમિયાન બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવે પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવના સમર્થનમાં કહ્યું કે, “RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે લાલુ પ્રસાદ યાદવ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. ભાજપના ઘણા નેતાઓ સતત બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે અને વડાપ્રધાન આ વાત પર મૌન છે, જેનો મતલબ એ થાય છે કે તેઓ આ વાત પર સહમત છે અને જો કોઈ સંમતિ નથી તો તેઓ આ બધા ઉમેદવારો સામે પગલાં કેમ લઈ રહ્યા?”
ભાજપના નેતાઓએ શું કહ્યું?
થોડા મહિના પહેલા કર્ણાટકની ઉત્તરા કન્નડ બેઠક પરથી ભાજપ સાંસદ અનંત હેગડેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, જો તેમને 400થી વધુ બેઠકો મળશે તો તેમની પાર્ટી બંધારણમાં ફેરફાર કરશે.” જેના થોડા અઠવાડિયા પછી, રાજસ્થાનની નાગૌર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાનું નિવેદન પણ વાયરલ થયું હતું. જેમાં તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે, જો તેમને રાજ્યસભા અને લોકસભા બંનેમાં બહુમતી મળશે તો ભાજપ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા રહેશે.”
આ પણ જુઓ: ભાજપના ઉમેદવાર માધવી લતાનો દાવોઃ હૈદરાબાદમાં આ વખતે ઓવૈસીનો કિલ્લો ધ્વસ્ત થશે