અમદાવાદના જવેલર્સને લૂંટનારાઓનો થયો પર્દાફાશ, 3 આરોપી ઝડપાયા
- કાર, 80 હજાર રોકડ સહિત સોનાના દાગીના જપ્ત કર્યા
- ભરૂચમાં થયેલી સોનાની લૂંટના ત્રણ આરોપી અમદાવાદમાંથી પકડાયા
- વડોદરા પોલીસે 3 આરોપી, એક કાર અને સોનુ સાંજ સુધીમાં ઝડપી પાડયુ
ભરૂચના ઝનોર વિસ્તારમાં અમદાવાદના જવેલર્સની કારને કેટલાક શખ્સોએ આંતરીને પિસ્તોલ બતાવીને બે કિલો સોનાના દાગીના અને રૂ. 5 લાખ લઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં વડોદરા પોલીસે 3 આરોપી, એક કાર અને સોનુ સાંજ સુધીમાં ઝડપી પાડયુ હતુ.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો
ભરૂચમાં થયેલી સોનાની લૂંટના ત્રણ આરોપી અમદાવાદમાંથી પકડાયા
આરોપીઓ એક નહીં પરંતુ બે ગાડીઓ સાથે આવ્યાનું તપાસમાં ખુલ્યુ હતુ અને મુદ્દામાલ પણ અડધો મળ્યો હતો. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે શનિવારે બપોરે એક કાર સાથે વધુ ત્રણ આરોપી અને સોનાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. માણેકચોકમાં મુકેશ ત્રિલોકચંદ સોની સોનાચાંદીના દાગીનાનો વેપાર કરે છે. તેઓ ભરૂચના ઝનોર ગામે સોનાચાંદીના દાગીનાની ડિલીવરી આપવા જઇ રહ્યા હતા ત્યારે કેટલાક લૂંટારોએ મુકેશ સોનીની કાર આંતરીને પિસ્તોલ બતાવીને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: કલોલમાં કોલેરા રોગને કાબુમાં લેવા તંત્રને અમિત શાહે કરી તાકીદ
80 હજાર રોકડ સહિત સોનાના દાગીના મળી આવતા પોલીસે જપ્ત કર્યા
મુકેશ સોનીએ તાત્કાલિક ભરૂચ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવતા તેમાં બે કિલો સોનાના દાગીના, પાંચ કિલો રોકડની લૂંટ થયાની વિગતો સામે આવી હતી. લૂંટ મોટી હોવાથી વડોદરા, ભરૂચ, ગોધરા, સુરતમાં પોલીસે નાકાબંધી કરીને તપાસ કરી રહી હતી. આ દરમ્યાન વડોદરા જીલ્લાની પોલીસે સંદિપ પટેલ, પ્રવિણ વાઘ અને કરણ પટેલની સેગવા ચોકડી પાસેથી ઝડપી પાડીને એક કાર, 80 હજાર રોકડ સહિત સોનાના દાગીના મળી આવતા પોલીસે જપ્ત કર્યા હતા.