ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

“જે લોકો મમતા બેનરજી વિરુદ્ધ આંગળી ઉઠાવશે તેમની આંગળી તોડી નાખવી પડશે”: જાણો કોણે આપી લુખ્ખી ધમકી?

  • 23 વર્ષની એક વિદ્યાર્થિનીની કથિત સોશિયલ મીડિયા પોસ્ટ બદલ કોલકાતા પોલીસે ધરપકડ કરી

કોલકાતા, 19 ઓગસ્ટઃ કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ-હોસ્પિટલની ઘટનામાં હજુ પણ ખૂંખાર આરોપીઓ પકડાયા નથી તેની સામે માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ આખા દેશના ડૉક્ટરો દેખાવો કરી રહ્યા છે. પરંતુ ડૉક્ટરોના આ દેખાવો અને તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવતી લાગણીથી મમતાદીદી ભારે ગુસ્સામાં છે.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીપદ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયનો હવાલો સંભાળતાં મમતા બેનરજી તેમની વિરુદ્ધ મીડિયા અને સોશિયલ મીડિયામાં થતી ટીકા સહન કરી શકતાં નથી એ એક દાયકા કરતાં વધારે સમયથી જગજાહેર વાત છે. આ જ કારણે મમતા સરકારે છેલ્લા બે દિવસમાં તેમના પોતાના પક્ષના સાંસદ સહિત કેટલાક ડૉક્ટરો, સામાજિક આગેવાનોને નોટિસ મોકલી છે કેમ કે આ લોકોએ મહિલા ડૉક્ટર સાથે થયેલા અમાનવીય અત્યાચાર સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

દરમિયાન, મમતા બેનરજી તેવર જોઈને તેમની સરકારના એક મંત્રી ઉદયન હુહાએ તો તમામ મર્યાદા પાર કરી દે એવું નિવેદન કર્યું છે. ગુહાએ કૂચ બિહારમાં એક સભામાં કહ્યું કે, જે લોકો મમતા બેનરજી વિરુદ્ધ આંગળી ઉઠાવે છે તેમની આંગળી તોડી નાખવાની વ્યવસ્થા કરવી પડશે.

ઉદયન ગુહાએ આટલેથી અટકવાને બદલે આગળ કહ્યું કે, જે લોકો સોશિયલ મીડિયામાં મમતા બેનરજી વિરુદ્ધ અપશબ્દ કહી રહ્યા છે અને આંગળી ઉઠાવીને મમતા બેનરજીનું રાજીનામું માગી રહ્યા છે તે આંગળીઓને ઓળખીને તેને તોડી નાખવાની વ્યવસ્થા કરવી પડશે. નહીં તો એ લોકો બંગાળને બાંગ્લાદેશ બનાવવાનો પ્રયાસ કરશે. પરંતુ તેમને ખબર નથી કે હસીનાએ જે ભૂલ કરી તે ભૂલ મમતા બેનરજી નહીં કરે. હોસ્પિટલમાં તોડફોડ છતાં મમતા બેનરજીએ ગોળીબાર નથી કરાવ્યો, એવું ગુહાનું કહેવું છે. અલબત્ત, એ વાત અલગ છે કે, હોસ્પિટલ ઉપર હુમલો કરનારા જે લોકો પકડાયા છે તે ટીએમસીના જ કાર્યકરો હોવાનું કોલકાતા પોલીસે જાહેર કરેલું છે.

બીજી તરફ, કોલકાતા પોલીસે એક વિદ્યાર્થિનીની ધરપકડ કરી છે જેના ઉપર સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 23 વર્ષીય વિદ્યાર્થિનીને મમતા બેનરજી વિરુદ્ધ અભિપ્રાય આપવા બદલ તથા કથિત રીતે દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરવાના આરોપ દાખલ કરીને વિદ્યાર્થિનીને તલતલા પોલિસ સ્ટેશન લઈ જવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિદ્યાર્થિનીઓએ નરેન્દ્ર મોદીને બાંધેલી રાખડીમાં માતા સાથે સ્પેશિયલ ફોટો અને મેસેજ, જૂઓ વીડિયો

Back to top button