- ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં રેકી કરી હતી
- શાહનવાઝની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી
- વિશ્વનું ધ્યાન આકર્ષવા ગુજરાતને ટાર્ગેટ કરાતું હોવાનું સામે આવ્યું
અમદાવાદ સહિત દેશમાં હુમલાનું ષડયંત્ર ઘડનારા આતંકીઓએ પશ્ચિમ-ઘાટમાં બોમ્બ ટેસ્ટ કર્યા હતા. તથા વિસ્ફોટોની સંભવિત અસર ચકાસવા 7થી 8 બ્લાસ્ટ કર્યા હતા. તેમજ મહિલાઓનું પણ બ્રેઈનવોશ કરી ષડ્યંત્ર પાર પાડવામાં સામેલ કરી હતી. આરોપીઓ આતંકવાદી બોમ્બ બનાવવા પશ્ચિમ ઘાટના જંગલોમાં જતા હતા.
આ પણ વાંચો: ગુજરાતના શહેરોમાં ઠંડીનો પારો ગગડયો, માઉન્ટ આબુનુ તાપમાન જાણી રહેશો દંગ
શાહનવાઝની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી
અમદાવાદ, ગાંધીનગર તથા મુંબઈમાં લોકોથી ભરચક સ્થાનો ઉપરાંત સંવેદનશીલ સૈન્ય મથકો પર સૌથી ખતરનાક વિસ્ફોટો સાથેના આતંકવાદી હુમલા કરવાના પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI પ્રેરિત ષડયંત્રને નિષ્ફળ બનાવાયા બાદ ધરપકડ કરવામાં આવેલા અને સંડોવાયેલા મનાતા શાહનવાઝની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ આઈએસના આતંકવાદી મોહમ્મદને સમર્થન આપ્યું હતું. શાહનવાઝ આલમ, મોહમ્મદ રિઝવાન અશરફ્ ઉર્ફે મૌલાના અને મોહમ્મદ અરશદ વારસીએ બોમ્બ વિસ્ફેટો માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. બોમ્બની અસર જાણવા માટે તેણે પશ્ચિમ ઘાટમાં સાતથી આઠ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તેઓએ બોમ્બ વિસ્ફેટો દ્વારા દેશમાં તબાહીનો માહોલ સર્જવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી
ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં રેકી કરી હતી
દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં રેકી કરી હતી. તેઓ નોઈડા, ગુરુગ્રામ, સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં ભીડભાડવાળી જગ્યાએ બોમ્બ વિસ્ફેટ કરવાના હતા. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, આરોપીઓ આતંકવાદી બોમ્બ બનાવવા પશ્ચિમ ઘાટના જંગલોમાં જતા હતા. ત્યાં બોમ્બ વિસ્ફેટ કરીએ અને જોઈએ કે તેની શું અસર થાય છે. વિસ્ફેટ ક્યાં સુધી અસર કરે છે અને કેટલા લોકોના મોત થઈ શકે છે? આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓએ પશ્ચિમ ઘાટના જંગલોમાં સાતથી આઠ વિસ્ફેટ કર્યા હતા. તમામ બ્લાસ્ટ સફ્ળ રહ્યા હતા. આ પછી તેણે દેશના ઘણા શહેરોમાં રેકી કરી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદ, સુરત અને મુંબઈ ટાર્ગેટ હતા અને આ ત્રણેય શહેરો સહિત અનેક શહેરોમાં રેકી કરવામાં આવી હતી.
વિશ્વનું ધ્યાન આકર્ષવા ગુજરાતને ટાર્ગેટ કરાતું હોવાનું સામે આવ્યું
આતંકી હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ ગુજરાત છે. વિશ્વનું ધ્યાન આકર્ષવા ગુજરાતને ટાર્ગેટ કરાતું હોવાનું સામે આવ્યું છે. દરિયાઇ અને જમીની માર્ગે આતંકીઓને પીઠબળ મળતું હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી સરળ ટાર્ગેટ હોવાથી ગુજરાત પર બાજ નજર રખાય છે. ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવા દરિયાઇ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પ્રવેશવા ગુજરાતનો દરિયો મુખ્ય માર્ગ હોવાનું સામે આવ્યું છે.