એજ્યુકેશનયુટિલીટીલાઈફસ્ટાઈલ

જેમની પાસે પુસ્તકો હોય છે એ ક્યારેય એકલા હોતા નથી: વિશ્વ પુસ્તક દિવસ

Text To Speech

આજે ૨૩ મી એપ્રિલ ,2022 વિશ્વભરમાં ૧૦૦ કરતાં ય વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિન –World Book Day તરીકે ઉજવાઈ રહ્યો છે .

મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ ૨૩ મી એપ્રિલે થયો હતો અનેએ જ દિવસે તેઓ અવસાન પામ્યા હતા .આથી યુનેસ્કો દ્વારા ૧૯૨૫ થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે .

આજના દિવસને સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવાય છે .માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે, અને લેખકોપ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે.

ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

આજે ટી.વી. , કોપ્યુટર , ડીવીડી તેમ જ ઇન્ટર જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને
વાંચવાની વૃતિ જો કે ઘટી હોય એમ જણાય છે . એમ છતાં પુસ્તકોની અગત્યતા તો સદા રહેવાની જ છે .આજે પુસ્તકોનાં મોટા પ્રમાણમાં પ્રકાશનો થતાં રહે છે અને આજે પણ ઘણા પુસ્તક લેખકોનાં પુસ્તકો બેસ્ટસેલર તરીકે પોંખાય છે , નોબેલ તેમ જ પુલિત્ઝર જેવાં વિશ્વ માન્ય પુરસ્કારોથીલેખકોનું સન્માન કરવામાં આવે છે .જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે પણ આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્ર પત્રોમાં સચવાયો છે .

ગુજરાતમાં ગુજરાતી ભાષાના લેખકોની આગેવાની નીચે ” વાંચે ગુજરાત ” નામે પુસ્તકોના પ્રચારમાટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી એનું સ્મરણ થાય છે .એ વખતે ડૉ . ગુણવંત શાહે એક સુંદર સુચન કર્યું હતું કે કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી જેવા પ્રત્યેકનાના-મોટા પ્રસંગે આપને જે ભેટસોગાદ આપીએ છીએ એને બદલે કોઈ સારું મનગમતું પુસ્તક ભેટમાંઆપવાની પ્રથા ચાલુ થાય એ ખુબ જરૂરી છે .

 

Back to top button