ટ્રાવેલલાઈફસ્ટાઈલ

યુરોપના તે સુંદર દેશો જ્યાં તમે માત્ર 1 લાખ રૂપિયામાં મુલાકાત લઈ શકો છો

Text To Speech

યુરોપમાં મુસાફરી લગભગ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. પરંતુ અવારનવાર લોકો ખૂબ જ ખર્ચાઓને કારણે અહીં ફરવા માટે જતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને યુરોપના કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે માત્ર 1 લાખ રૂપિયામાં આરામથી ફરી શકો છો. તો આવો જાણીએ આ સુંદર દેશો વિશે.

યુરોપ એક એવું સ્થળ છે જ્યાં જવું એ દરેક પ્રવાસીની યાદીમાં સામેલ છે. એવા ઘણા લોકો છે જેઓ એકવાર યુરોપની મુલાકાત લેવાનું ઘણું પ્લાનિંગ કરે છે અને બચત પણ કરે છે. પણ એવું માનવામાં આવે છે કે યુરોપ વિશ્વના તમામ દેશો કરતાં ઘણું મોંઘું છે. યુરોપના ઘણા એવા દેશો છે જે ખૂબ જ સુંદર છે અને દરેક વ્યક્તિએ એકવાર તો યુરોપની મુલાકાત લેવી જોઈએ. તેમાય ઓછા પૈસે વધુ ફરવા તો બધા માંગતા હોય ત્યારે અમે તમને એવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે ખૂબ જ ચોંકી જશો. આજે અમે તમને યુરોપના તે સુંદર દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે માત્ર 1 લાખ રૂપિયામાં 4 થી 5 દિવસ આરામથી ફરી શકો છો. હા, તમે તે બિલકુલ સાચું સાંભળ્યું. તમારે ફક્ત આગોતરા આયોજન અને રહેવા માટે યોગ્ય સ્થળની પંસદગી કરી રાખવી પડશે.જો તમે શ્રેષ્ઠ મુસાફરી શોધી રહ્યા છો, તો અમે તમને તમારી ફ્લાઇટ ટિકિટ, હોટલ અને બાકીનું બધું તમારી ટ્રિપના 6 મહિના અગાઉ બુક કરવાની સલાહ આપીએ છીએ. તેમજ કયા એવા યુરોપના શહેરો છે જ્યાં તમે માત્ર 1 લાખ રુપિયામાં 4 થી 5 દિવસ મોજથી ફરી શકો છો.સ્લોવાકિયા- સ્લોવાકિયા એ એક બજેટમાં આવતુ સ્થળ છે જ્યાં ભારતીય લોકો 1 લાખ રૂપિયામાં મુસાફરી કરી શકે છે. અહીં તમને ઘણા પ્રાચીન મહેલો, સુંદર પર્વતો અને ઘણા બધા લેન્ડસ્કેપ પણ જોવા મળશે. સ્લોવાકિયા ખોરાક અને પરિવહન માટે ખૂબ સસ્તું છે. તમને અહીં રહેવા માટે 3500 થી 4500 રૂપિયાની વચ્ચે સારી જગ્યા મળી રહશે.રોમાનિયા– રોમાનિયામાં તમને પથ્થરથી બનેલા જૂના મઢ અને ચર્ચ જોવા મળશે. આ સમગ્ર દેશમાં તમને સુંદર લેન્ડસ્કેપ્સ પણ જોવા મળશે.જો તમે અહીં જવા માટે ફ્લાઈટ ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવો છો, તો તમને 50 હજાર રૂપિયામાં ટિકિટ મળશે. આ દેશમાં રહેવું, ખાવું અને ફરવું પણ સસ્તું છે.પોર્ટુગલ-યુરોપમાં સ્થિત પોર્ટુગલ તેના સુંદર બીચ માટે જાણીતું છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક સ્થાપત્ય તમારું દિલ જીતી લેશે.સારી વાત એ છે કે તમે આ સુંદર દેશમાં માત્ર 1 લાખ રૂપિયામાં ફરી શકો છો. અહીં રહેવા માટે તમને માત્ર 2 હજાર રૂપિયામાં હોટલ મળશે. અહીં ખાવાનું અને ફરવું પણ ખૂબ સસ્તું છે.

હંગેરી- હંગેરીને વાસ્તુ કલાનો ખજાનો કહેવામાં આવે છે. અહીં જવાનું ઘણા લોકોનું સપનું હોય છે. જો તમે આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો બજેટની ચિંતા કરશો નહીં.અહીં તમને 3000 થી 4000માં રહેવા માટે સારી હોટેલ મળી જશે.ચેક રિપબ્લિક – પ્રાગ તે યુરોપિયન શહેરોમાંનું એક છે જેની દરેક વ્યક્તિ મુલાકાત લેવા માંગે છે, અને જો તમને લાગે કે તમારે પ્રાગની મુલાકાત લેવા માટે ખૂબ પૈસા ખર્ચવા પડશે.તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચેક રિપબ્લિકમાં મુસાફરી યુરોપના ઘણા દેશો કરતાં ઘણી સસ્તી છે. અહીં રહેવા માટે તમારે 1500 રૂપિયા ચૂકવવા પડશે.ક્રોએશિયા– ક્રોએશિયાને જાદુઈ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં ઘણા બીચ છે જ્યાં તમે અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો.તમે 1 લાખ રૂપિયામાં સરળતાથી ક્રોએશિયામાં ફરવા જઈ શકો છો. અહીં રહેવા માટે તમને 2 હજારથી 3500 રૂપિયાની વચ્ચે હોટેલ મળશે જ્યારે ફૂડ અને ટ્રાન્સપોર્ટ તેના માટે તમને દરરોજ 2500 રૂપિયા સુધીનો ખર્ચ થશેબલ્ગેરિયા- બલ્ગેરિયાના લોકો અહીં અનોખા ગામો, પહાડો અને સુંદર બીચ જોવા આવે છે.આ દેશમાં તમે માત્ર 1 લાખ રૂપિયામાં આરામથી ફરી શકો છો. અહીં રહેવા અને ખાવા માટે તમને વધારે ખર્ચ નહીં થાય.

Back to top button