ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

આ યુવકને મરવાની બીક જ નથી કે શું? બાઈક પર ખતરનાક સ્ટંટ કરતા છોકરાનો વીડિયો થયો વાયરલ

Text To Speech
  • એક છોકરો બાઇકની સીટ પર ઊભા રહીને ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

HD ન્યૂઝ ડેસ્ક, 26 માર્ચ: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોયા બાદ લોકો મનોરંજન મેળવે છે. પરંતુ કેટલીકવાર કેટલાક એવા વીડિયો પણ વાયરલ થઈ જાય છે જેને જોઈને લોકો ચોંકી જાય છે. હા, અમે માત્ર ખતરનાક સ્ટંટવાળા વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ. તાજેતરમાં જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે સ્કૂટરની પાછળની સીટ પર ઉભી રહીને રંગો લગાવી રહી હતી. ત્યારે ફરી વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે. જેમાં એક છોકરો બાઇક પર ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે.

બાઇક પર ખતરનાક સ્ટંટ

આજકાલ કેટલાક લોકોને એવું લાગવા માંડ્યું છે કે જો તેઓ ખતરનાક સ્ટંટ કરશે તો દર્શકો તેમને શાનદાર અને હિંમતવાન ગણશે. આવી વિચારસરણીના કારણે ઘણા લોકો ખતરનાક સ્ટંટ કરતા વીડિયો બનાવી રહ્યા છે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક વ્યક્તિ બાઇકની સીટ પર ઊભા થઈ ને બાઈક ચલાવતો જોવા મળે છે. જે રોડ પર તે બાઇક ચલાવે છે ત્યાં બીજી બાજુથી ટ્રક જેવા ઘણા વાહનો આવતા જોવા મળે છે. જો વ્યક્તિનું સંતુલન થોડું પણ બગડ્યું હોત તો તે અકસ્માતનો શિકાર બની ગયો હતો.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ @ChapraZila નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે એકાઉન્ટ યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘યમરાજાજી ઉંઘી રહ્યા હતા એટલે તે બચી ગયો.’ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- યમરાજાજી હાલમાં હોળીની રજા પર છે. જ્યારે અન્ય એક યુઝરે બિહાર પોલીસને ટેગ કરીને લખ્યું કે, આવા લોકોનું ધ્યાન રાખો.

આ પણ વાંચો: VIDEO: અમેરિકામાં કાર્ગોશીપ અથડાતાં નદી પરનો બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો પાણીમાં ગરકાવ

Back to top button