આ વર્ષે બોલિવુડના આ બાળકલાકારો એ જીત્યા ફેન્સના દિલ


14 નવેમ્બરના રોજ દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડની વાત કરીએ તો તેમાં પણ ઘણી એવી રસપ્રદ ફિલ્મો બની છે, જેમાં બાળકલાકારોએ તેમનાં અભિનયથી ચાહકોનાં દિલ જીત્યાં છે. ચાલો તેવાં બાળકલાકારો પર એક નજર કરીએ.

આ વર્ષના ઓસ્કાર માટે ભારતમાંથી ગુજરાતી ફિલ્મ છેલો શો મોકલવામાં આવી હતી. આ ફિલ્મમાં 12 વર્ષના ભાવિન રબારીએ આ ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોને મોહિત કર્યા અને નાની ઉંમરે મોટી નામના મેળવી છે.

આ વર્ષે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થઈ હતી. જેમાં અહેમદ ઈબ્ન ઉમરે આ ફિલ્મમાં લાલ સિંહનાં બાળપણની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં તેને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.

સંજય દત્ત સ્ટારર ફિલ્મ તુલસીદાસ જુનિયરમાં બાળ કલાકાર વરુણ બુદ્ધદેવને પણ લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

વિદ્યા બાલન અને શેફાલી શાહ અભિનીત ફિલ્મ જલસામાં સૂર્ય ખાસીબતલાના અભિનયએ પણ લોકોના હૃદયને સ્પર્શી લીધું હતું.

બાળ કલાકાર ઇનાયત વર્માએ બાયોપિક શાબાશ મિથુમાં ક્રિકેટર મિતાલી રાજની બાળપણની ભૂમિકા ભજવી હતી. ઇનાયત વર્માએ અગાઉ લુડો ફિલ્મમાં પણ તેમના અભિનય માટે પ્રશંસા મેળવી હતી.