લાઈફસ્ટાઈલ

આ વર્ષે નવરાત્રિમાં થીમ બેઝ ટેટુનો વધ્યો ક્રેઝ !

Text To Speech

માઁ આઘ્યા શક્તિની નવલી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજય સરકારે છૂટછાટ આપતા ખેલૈયાઓ મન મૂકી ગરબે ધૂમી રહ્યા છે. ત્યારે  આજની યુવા પેઢીમાં ટેમ્પરરી ટેટુનો ક્રેઝ ખુબજ વધ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં અવનવા ટેટુ બનાવડાવી ખેલૈયાઓ આ વર્ષે મન ભરીને ગરબા રમી રહ્યા છે. ગરબા રસિકોમાં આ વખતે નવરાત્રિને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ટેટૂ માં મુખ્યત્વે માં અંબાના ફોટા વાળા ટેટૂ, પોતાના નામ વાળા ટેટૂ, ગરબા રમતા ટેટૂ, તથા અવનવીન પ્રકારની ડિઝાઈનવાળા ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ટેટુની નવી સ્ટાઈલસ

રાસ રમતાં રાધા-કૃષ્ણનું ટેટૂ ખાસ કરીને યુવતીઓ તેમની બેંક પર કરાવે છે. ચણિયા-ચોળી અથવા તો કોઈ પણ બેકલેસ ડ્રેસ પહેરતી યુવતીઓ આવું ટેટૂ કરાવવાનું પસંદ કરે છે. નવરાત્રિમાં બેક પર નેક નીચે, બેકના લોઅર પાર્ટમાં કે કમર પર છોકરીઓ નવરાત્રિમાં જે મોટાં ટેટૂ કરાવે છે એ ટેમ્પરરી હોય છે. આ પહેલાં નવરાત્રિમાં લોકો ટેમ્પરરી ટેટૂ, કરાવવાનું પ્રિફર કરતા હતા એના બદલે હવે નવરાત્રિમાં પણ લોકો પર્મનન્ટ ટેટૂ કરાવવા લાગ્યા છે.

આ વર્ષે રાસ રમતાં રાધા-કૃષ્ણનું ટેટૂ ખાસ કરીને યુવતીઓ તેમની બેંક પર કરાવે છે. ચણિયા-ચોળી અથવા તો કોઈ પણ બેકલેસ ડ્રેસ પહેરતી યુવતીઓ આવું ટેટૂ કરાવવાનું પસંદ કરે છે. આ ટેટૂ પર્મનન્ટ નથી હોતું. ખાસ કરીને લોકો ટેમ્પરરી જ કરાવે છે. નવરાત્રિમાં બેક પર નેક નીચે, બેકના લોઅર પાર્ટમાં કે કમર પર છોકરીઓ નવરાત્રિમાં જે મોટાં ટેટૂ કરાવે છે એ ટેમ્પરરી હોય છે. આ ડિઝાઈનનું ટેટૂ છોકરાઓ હાથ પર, છાતી પર અને ગળાની નીચેના પાર્ટમાં કરાવે છે. હાથ અને છાતી પર તેઓ ઘણી વાર આ ડિઝાઈનનું પર્મનન્ટ ટેટુ પણ કરાવે છે.

નવરાત્રિ ટેટુ - humdekhengenews

દાંડિયા રમતાં સ્ત્રી-પુરુષનું નવરાત્રિનું જે સિમ્બોલિક ચિત્ર છે એ પણ યુવતીઓ બેક પર, કમર પર, ગળાની નીચે કે હાથ ઉપર એટલે કે જ્યાં વિઝિબિલિટી વધુ હોય ત્યાં કરાવે છે. છોકરાઓ અને છોકરીઓ બન્ને આવાં ટેટૂ કરાવે છે. છોકરીઓ પીઠ પર તો છોકરાઓ હાથ પર આ ટેટૂ કરાવે છે.

ટેટુનો ક્રેઝ

મોર અને મોરપીંછનું ટેટૂ ખાસ કરી છોકરા અને છોકરીઓ પર્મનન્ટ કરાવે છે. નવરાત્રિ માટે જ કોઈએ કરાવવું હોય તો એ ટેમ્પરરી પણ કરાવે, પરંતુ આજકાલ લોકો આ ડિઝાઈન ટેમ્પરરી કરવાનું વધુ પ્રિફર કરે છે. હાથ, ગળા પર, કમર પર અને લોઅર બેકમાં આ ડિઝાઈન લોકો વધુ કરાવે છે. રાધા-કૃષ્ણ, રાસ રમતાં સ્ત્રી-પુરુષ અને મોરપીંછનું ટેટૂ યંગસ્ટર્સ જ નહીં, ત્રીસ વર્ષની આસપાસની મહિલાઓ પણ વધુ કરાવે છે.

આ પણ વાંચો: નવરાત્રિ દિવસ 3: જાણો માતા ચંદ્રઘટાના ઉદ્ભવની વાતો !

નવરાત્રિમાં વાંસળીની ડિઝાઈન યંગસ્ટર્સ વધુ કરાવે છે. આ ઉપરાંત તેઓ ફ્લાવર્સ, હાર્ટ, બિલવ્ડનું નામ, ઈન્ફિનિટી બર્ડ્સ જેવાં ફન્કી ટેટૂ અને જાતજાતનાં પોર્ટેટ્સ ખાસ કરીને નવરાત્રિમાં પણ બનાવે છે.

કેટલીક વાર યુવતીઓ જ્વેલરી પહેરવાના બદલે ટેટૂ કરાવે છે. આવાં ટેટૂ પર્મનન્ટ નથી હોતાં. યંગસ્ટર્સમાં છોકરાઓ બાવડાં પર, કાંડાની આસપાસ, છાતી પર, ગરદન પર ટેટૂ વધુ કરાવે છે અને છોકરીઓ પીઠ, કાંડા, ગરદન, કાન પાછળ, કમર પર, ગાલ પર, નાભિ આસપાસ ટેટૂ કરાવે છે. એ રીતે જોઈએ તો નવરાત્રિમાં હવે ટેટૂ બનાવવાનો એક નવો એસ્પેક્ટ ઉમેરાયો છે.

Back to top button