- અત્યાર સુધી આ મર્યાદા રૂ.10 કરોડના વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા વેપારી માટે હતી
- ઇ-ઇન્વોઇસ માટે એક જ PAN હેઠળની પેઢીઓનું ટર્નઓવર તપાસવામાં આવશે
- છેલ્લા પાંચમાંથી એક વર્ષમાં ટર્નઓવર 5 કરોડથી વધ્યું હોય તો પણ અમલ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા જીએસટીની આવક વધે તથા બોગસ બિલિંગ ઘટાડવાના હેતુથી આગામી તા.1લી ઓગસ્ટથી જે વેપારીઓ કંપનીઓનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.5 કરોડ હોય તેમને ફરજિયાત ઇ-ઇન્વોઇસ માટે આવરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદીના સલાહકાર રાજ્યના સનદી અધિકારીઓની ક્લાસ લેશે
છેલ્લા પાંચમાંથી એક વર્ષમાં ટર્નઓવર 5 કરોડથી વધ્યું હોય તો પણ અમલ
કે.સી.મહેતા એન્ડ કુ.એલએલપીના ડિરેકટર તાપસ રૂપારેલિયાના જણાવ્યા મુજબ 2017-18થી 2022-23ના સમયગાળામાં કોઇ પણ એક વર્ષમાં જે પેઢીનું ટર્ન ઓવર રૂ.5 કરોડથી વધી ગયું હોય તેમણે ઇ-ઇન્વોઇસની પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે. અહીં નોંધવું મહત્વપૂર્ણ છેકે, આ રૂ.5 કરોડનું ટર્નઓવર જોવા માટે ઇન્કમટેક્સના એક જ PANની અંદર જેટલી પેઢીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હશે તે બધાનું ટર્નઓવર એકંદરે તપાસવામાં આવશે. આથી હવે રૂ.5 કરોડના ટર્નઓવર ધરાવતા વેપારીઓને પણ ફરજિયાત ઇન્વોઇસ ઇલેટ્રોનિકલી આપવા પડશે. આ ઉપરાંત જીએસટીના ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (આઇઆરપી) ઉપર આ ઇ- ઇન્વોઇસ અપલોડ કરવા પડશે. સીબીઆઇસીએ આ અંગે જાહેરનામું બહાર પાડયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સરકારી મિલકતોમાં દારૂની હેરફેરનો પર્દાફાશ
ઇ-ઇન્વોઇસ માટે એક જ PAN હેઠળની પેઢીઓનું ટર્નઓવર તપાસવામાં આવશે
ઇ-ઇન્વોઇસ જનરેટ કરવા માટે કરદાતાએ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પર જરૂરી વિગતો અપલોડ કરવાની થાય છે, જેની માન્યતા ચકાસી ઇન્વોઇસ રેફરન્સ નંબર (IRN) જનરેટ કરી કરદાતાને પ્રદાન કરવમાં આવશે. કરદાતાએ તેના કસ્ટમરને જ્યારે ઇન્વોઇસ પ્રદાન કરશે ત્યારે આ ઇન્વોઇસ પર IRNનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. જો કોઇ કરદાતાએ ઇ-ઇન્વોઇસ પ્રક્રિયાને અનુસરીને IRN જનરેટ ન કરે તો, જીએસટી હેઠળ ઇ-ઇન્વોઇસ અમાન્ય માનવામાં આવે છે અને કરદાતા જીએસટી કાયદા હેઠળ દંડને પાત્ર ઠરશે. એટલું જ નહીં, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની અન્ય શરતો પૂરી થાય અને લાગુ પડે તેવો ઇન્વોઇસ પર IRN ન હોય તો પણ રિસિવરને તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવી પડશે.
આ પણ વાંચો: ગુજરાત: નાના ઉદ્યોગોને સરકારી પ્રોત્સાહનો છતાં એકમો માંદા પડયા
જીએસટીની આ કવાયત વધુને વધુ કરદાતાઓને ટેક્સ નેટમાં લાવવા માટે છે, તેમજ બોગસ બિલિંગ દ્વારા જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઇને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવે છે તેની ઉપર બ્રેક મારવાનો છે. અત્યાર સુધી આ મર્યાદા રૂ.10 કરોડના વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા વેપારી માટે હતી.