લો કરી લો વાત: પાણીપુરી ખાઇને આ મહિલાએ 25 કિલો વજન ઉતાર્યું
પાણીપુરી ખાઇને વજન ઘટાડી શકાય આ વાતથી તમનેં આશ્ર્ચર્ય થતુ હશે ને. ત્યારે આ લખનઉમાં રહેતી પ્રેરણા મિશ્રા નામની મહિલાએ પાણીપુરીની સાથે હેલ્દી ફૂડ ખાઇને 25 વજન ઘટાળ્યુ છે.
આ મહિલા હાલ લખનઉની બેન્કમાં સીનિયર મેનેજર તરીકે કામ કરી રહી છે. જે પહેલા 12 પાસ, કોલેજ અને કોલેજ બાદ્ લગ્ન જીવન દરમ્યાન પ્રેરણાની શરીર પર ફેટનું થર જામી ગયુ હતુ. જે બાદ પ્રેરણા માંતા બનતા વજનમાં પેહલા કરતા પણ વધારો થઇ ગયો હતો અને આમ પ્રેરણાનુ વજન 93 કિલો થઇ ગયુ હતુ. જે દરમ્યાન તેનાથી જડપથી ચાલી શકાતુ હતુ. અને એક વાર નીચે બેસી ગયા પછી ઉઠી શકાતુ ન હતુ. શરીરના અનેક ભાગોમાં પણ દુખાવો થતો હતી. આથી પોતાની નાની બાળકીને સંભાળવામાં પણ ઘણી તકલીફ ઉભી થવા લાગી હતી. જે બાદ પ્રેરણાએ વજન ઉતારવાનું નક્કી કરી લીધુ. પણ આ પછી પણ ઘણી વસ્તુઓ જોઇને મન લલચાય જતુ. આથી પ્રેરણા જણાવે છે કે તેમને પાણીપુરીનો ઘણો શોખ હતો અને પાણીપુરી જોઇને તેમનુ મન લલચાય જતું હતુ.
ત્યારે પ્રેરણાએ પાણીપુરી ખાવાનુ બીલકુલ ન છોડ્યુ. પણ પાણીપુરીની સાથે અન્ય હેલ્દી વસ્તુ ખાવાનું શરૂ કર્યુ.
વજન ઓછુ કરવા માટે આ ડાયટ પ્લાન અપનાવ્યુ.
રાઇસ અને ચપાતી માપમાં લઇ સબ્જી અને દાળ સાથે બેલેન્સ ફુડ લેવાનું શરુ કર્યુ.
આ દરમ્યાન તેઓએ ભાવતી વસ્તુ ક્યારેય છોડી ન હતી. પણ તે દરેક વસ્તુ માપમાં લીધી હતી. જેમાં તેમની મનપસંદ પાણીપુરી પણ તેઓએ ખાધી હતી.