ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડસંવાદનો હેલ્લારો

અજબ ઊંઘની ગજબ કહાની! ઈંગ્લેન્ડમાં રહેતી આ મહિલાએ ઊંઘમાં કરી લાખોની ખરીદી

  • 3 લાખનું દેવું થઈ જતાં મહિલા ડૉક્ટર પાસે ગઈ

HD ન્યૂઝ ડેસ્ક, 10 જૂન, ઊંઘ એવી વસ્તુ છે જે લોકોને વશમાં કરી દે છે, ઊંઘણસીઓને ન રાત દેખાય છે ન દિવસ હંમેશા આંખ ઊંઘથી ઘેરાયેલી રહે છે. બીજી બાજુ દુનિયામાં એવા લોકો પણ છે જેમને ઊંઘમાં ચાલવાની બોલવાની અલગ અલગ બીમારી હોય છે તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પુરૂષો કરતાં મહિલાઓમાં શોપિંગનો વધુ ક્રેઝ હોય છે. આ દરમિયાન બ્રિટનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ઇંગ્લેન્ડમાં રહેતી 42 વર્ષીય મહિલાને દુર્લભ સ્લીપિંગ ડિસઓર્ડર છે જેના કારણે તેણે સૂતી વખતે 3 લાખ રૂપિયા ખર્ચ શોપિંગમાં ખર્ચ કરી દીધા છે.

મહિલાએ ઊંઘમાં ખરીદી કરતી વખતે એકાઉન્ટ સાફ કરી દીધું

તમે ઊંઘમાં ચાલવાની આદત વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે સૂતી વખતે શોપિંગ વિશે ક્યારેય સાંભળ્યું નથી. વાત અજીબ લાગશે માનવામાં નહીં આવે પરંતુ આવું બન્યું છે. આ કિસ્સો ઇંગ્લેન્ડનો છે. ઇંગ્લેન્ડની કેલી નાઇપ્સ નામની મહિલાને સ્લીપિંગ ડિસઓર્ડર છે, જેના કારણે તે ઊંઘમાં ખરીદી કરવા જાય છે અને તાજેતરમાં તેણે સૂતી વખતે 3 લાખ રૂપિયાની ખરીદી કરી હતી. મહિલાએ તેની ઊંઘમાં ઓનલાઈન વેબસાઈટ પરથી ખરીદી કરતી વખતે તેનું એકાઉન્ટ સાફ કરી દીધું હતું. આ સમય દરમિયાન, તેણે ઘણી વિચિત્ર વસ્તુઓનો ઓર્ડર આપ્યો, જેમ કે ઇન-ગ્રાઉન્ડ બાસ્કેટબોલ યુનિટ, ફ્રિજ ટેબલ, ટોફી, પુસ્તકો, મીઠું, પેઇન્ટ વગેરે. ફોનમાં ક્રેડિટ કાર્ડની વિગતો પહેલેથી જ સેવ હતી, તેથી તે કોઈ પણ મુશ્કેલી વિના મિનિટોમાં કંઈપણ મંગાવી શકતી અને જ્યારે સામાન ઘરે પહોંચે ત્યારે તેને ખ્યાલ આવતો કે તે કોણે મંગાવ્યો હતો. તેણીએ ઘણી વસ્તુઓ પરત કરી છે, પરંતુ આમાંની મોટાભાગની વસ્તુઓ નોન-રિફંડેબલ હતી, અર્થાત પરત કરી શકાય તેવી નથી.

ઊંઘમાં પણ શોપિંગ એપ સ્ક્રોલ કરતી હતી

ખરીદી કરતી વખતે અથવા કંઈક ખરીદતા પહેલા ઘણી તપાસ કરવી જોઈએ. ઓનલાઈન શોપિંગમાં આ વધુ મહત્વનું છે, આવી સ્થિતિમાં લોકો ઘણીવાર ગ્રાહક સમીક્ષાઓની મદદ લે છે. પરંતુ ઈંગ્લેન્ડમાં રહેતી કેલી દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ શોપિંગ એપ સ્ક્રોલ કરતી હતી, તેણે સૂતી વખતે 3000 પાઉન્ડ એટલે કે લગભગ 3 લાખ રૂપિયાની ખરીદી કરી. આ મહિલાને એક દુર્લભ પ્રકારનો રોગ છે, જેને પેરાસોમ્નિયા કહેવાય છે. આવી સ્થિતિમાં દર્દીને કંઈપણ ભાન રહેતું નથી. આ બીમારીમાં લોકો માત્ર ચાલતા જ નથી, બડબડાટ કરતા નથી કે ખાતા-પીતા નથી, પરંતુ કેટલાક એવા અજીબોગરીબ કર્યો પણ કરવા લાગે છે, જે આ મહિલા સાથે થયું હતું. 3 લાખનું દેવું થઈ જતાં મહિલા ડૉક્ટર પાસે ગઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તે મહિલા 2006 થી સ્લીપિંગ ડિસઓર્ડરથી પીડિત છે.

આ પણ વાંચો..લ્યો બોલો!! વરરાજાએ કરી આ ભૂલ, કન્યાએ તોડ્યા લગ્ન

Back to top button