ટ્રેન્ડિંગયુટિલીટીવીડિયો સ્ટોરી

આ મહિલાએ તો કમાલ કર્યો, વેલણ વગર જ બનાવી દીધી ગોળ-ગોળ પુરીઓ, જૂઓ વીડિયો

Text To Speech
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વેલણ વગર પુરી બનાવતી મહિલાનો વીડિયો જેને જોયા પછી લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. તમે પણ અહીં જૂઓ આ વાયરલ વીડિયો…

HD ન્યૂઝ ડેસ્ક, 30 માર્ચ: આજકાલ કંઈ પણ નવું કરો તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર તરતજ વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા માટે લોકો અનેક પ્રકારના વીડિયો બનાવતા હોય છે. ત્યારે ઘણી મહિલાઓ ઘરે બેઠા બેઠા રસોઈ બનાવવાના વીડિયો પણ બનાવે છે અને તેમના પણ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં રસોડાને લગતા અનેક પ્રકારના હેક્સ બતાવવામાં આવતા હોય છે. જેના કારણે લોકો તેમનો સમય બચાવી શકે છે અને તેમના કામ સરળતાથી પૂર્ણ કરી શકે છે. ઘણા વીડિયોમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી ફૂડ વિશે પણ વાત કરવામાં આવતી હોય છે. ઘરની મહિલાઓ અને રસોઇમાં રસ ધરાવતા લોકો આવા વીડિયો લાઇક કરે છે. હાલમાં જ આવા લોકોનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો મહિલાના વખાણ કરી રહ્યા છે.

ફટાફટ પુરી બનાવવાની અદ્ભુત રીત

તમે જોયું હશે કે રસોઈ બનાવતી વખતે રોટલી, પુરીઓ અને પરાઠા બનાવવામાં વધુ સમય લાગે છે. આ વીડિયોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તમે કેવી રીતે પુરીઓને ઝડપ બનાવી શકો છો. વીડિયોમાં એક મહિલા પુરી બનાવતી જોઈ શકાય છે. નવાઈની વાત એ છે કે આ મહિલા પુરીને વેલણ વગર જ બનાવતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા પોલીથીનમાં લોટના નાના ગોળા રાખે છે. પછી તે તે દડાઓને પોલિથીનથી ઢાંકે છે અને પછી તે તે બોલ પર પુરી વણવાનો પાટલો મુકીને દબાવે છે. જે પછી તે બોલ તરત જ ગોળ આકાર લઈ લે છે. પછી સ્ત્રી તે પુરીઓને તળવા માટે તેલથી ભરેલી કડાઈમાં મૂકે છે. જે બાદ ગોળ પુરીઓ બનતી જોવા મળી રહી છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Ruchi Kewat (@itz__ruchi____123)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર itz__ruchi___123 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારું મગજ કેવું ચાલે છે? આ મહિલા તેના એકાઉન્ટમાં રસોઈને લગતા એનેક વીડિયો બનાવીને શેર કરતી રહે છે.

આ પણ વાંચો: થૂંકશો નહીં એવું સમજાવું છું, પણ લોકો માનતા જ નથીઃ સ્વચ્છતાકર્મી મહિલાએ વ્યક્ત કર્યું દુઃખ

Back to top button