સ્પોર્ટસ

WPLમાં રંગોના વરસાદ પછી આ મહિલા ક્રિકેટરને મુંડન કરવાની સલાહ આપવામાં આવી

Text To Speech

ભારતીયોને જ નહીં પરંતુ વિદેશીઓને હોળીના રંગે રંગાઈ ગયા છે. આનો સૌથી મોટો પુરાવો WPLમાં ભાગ લેનાર વિદેશી ખેલાડીઓ છે, જેઓ રંગોના આ તહેવારને જોરદાર રીતે માણી રહ્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની દરેક મહિલા ખેલાડીઓ મન મુકીને હોળી રમ્યા હતા. WPLમાં ઘણા વિદેશી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને તેઓએ હોળીનો તહેવાર પણ જોરશોરથી ઉજવ્યો. જેમાં હિથર નાઈટને મુંડન કરાવવાની સલાહ આપવામાં આવી, જાણો કેમ?

હિથર નાઈટ, એલિસ પેરી, સોફી ડિવાઈન બધાએ દિલ ખોલીને ગુલાલ ઉડાડ્યું અને તે માથાથી પગ સુધી હોળીના રંગોમાં જોવા મળી હતી. જો કે, હોળી રમ્યા પછી, કેટલીક આડઅસર પણ થઈ.

આ પણ વાંચો : વિમેન્સ પ્રીમિયર લીગ : સાનિયા મિર્ઝાની ક્રિકેટમાં એન્ટ્રી, આ ટીમ દ્વારા સોંપવામાં આવી મોટી જવાબદારી

હકીકતમાં, RCBની ખેલાડી હીથર નાઈટે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે તેની એક મિત્રને વાળમાંથી ગુલાબી રંગ દૂર કરવો છે, શું કોઈ જાણે છે કે તેને કેવી રીતે દૂર થશે, જવાબમાં તેના દેશની ખેલાડી કેટ ક્રોસે તેને મુંડન કરવાની સલાહ આપી દીધી.

આ પણ વાંચો : WPL-2023 : એવા મહિલા ક્રિકેટરની સંઘર્ષમય ગાથા જેમણે ઈંટથી વર્કઆઉટ કર્યું ! ક્રિકેટની જીદ્દ…

WPLમાં RCBની શરૂઆત ઘણી ખરાબ રહી છે. બંને મેચ હારવા છતાં પણ હોળીના પર્વ આ ટીમ જરાય દબાણમાં દેખાઈ ન હતી. એલિસ પેરીએ પણ દિલ ખોલીને હોળીની મોજ માણી. જોકે એલિસ પેરીએ પણ કહ્યું કે તેણે બે વાર માથું ધોયું છે આમછતાં તેના વાળમાંથી ગુલાલનો રંગ નીકળતો નથી.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ તેના સાથી ખેલાડીઓ સાથે મન મુકીને હોળીની મોજ માણી હતી. હરમનપ્રીત માટે હોળી ખૂબ જ ખાસ છે કારણ કે તેનો જન્મદિવસ પણ 8મી માર્ચે આવે છે.

Back to top button