ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

OTTના દર્શકો માટે આ અઠવાડિયું રહેશે ખાસ, ‘ટૂથ પરી’ સહિત આ ડોક્યુમેન્ટરી થશે રિલીઝ? વાંચો આ અહેવાલ

Text To Speech

એપ્રિલનું આવતું અઠવાડિયું OTTના દર્શકો માટે ખૂબ જ જબરદસ્ત રહેવાનું છે. આ અઠવાડિયે કઈ-કઈ ડોક્યુમેન્ટ્રી થશે રિલીઝ ? વાંચો આ અહેવાલ

‘ટૂથ પરી’ (Tooth Pari)

Tooth Pari વેબસીરીઝમાં દર્શકોને વેમ્પાયર અને માનવની લવ સ્ટોરી જોવા મળશે. શ્રેણીમાં, વેમ્પાયર તેના પ્રેમ માટે લડતો જોવા મળશે. રોમાન્સ અને થ્રિલરથી ભરપૂર આ સિરીઝના ટ્રેલરે રિલિઝ થતા જ ધૂમ મચાવી દીધી છે. ‘ટૂથ પરી’ની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. OTT દર્શકો માટે, તે Netflix પર 20 એપ્રિલે રિલીઝ થશે.

ટુથ પરી-humdekhengenews

‘ગરમી’ (Garmi)

જેમને ડ્રામા વેબસિરીઝ પસંદ છે તેમના માટે Garmi વેબ સિરિઝ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. આ સિરીઝ તિગ્માંશુ ધુલિયા જેવા દિગ્ગજ દિગ્દર્શકે ડિરેક્ટ કરી છે. તિગ્માંશુ ધુલિયાના ચાહકો આ વેબ સિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. OTTના દર્શકો માટે, આ વેબસિરીઝ SonyLIV પર 21 એપ્રિલે રિલીઝ થશે.

ગરમી-humdekhengenews

ઈન્ડિયન મેચમેકિંગ સિઝન 2′ (Indian Matchmaking Season 2)

આ ડોક્યુમેન્ટરીની પ્રથમ સિઝનને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પ્રથમ સિઝન હિટ થયા બાદ આ ડોક્યુમેન્ટરીની બીજી સિઝન રિલીઝ માટે તૈયાર છે. આ ડોક્યુમેન્ટ્રીમાં દર્શકો ફરી એકવાર જોડીઓ બનતી બનતી જોઈ શકશે.

ઈન્ડિયન મેચમેકિંગ સિઝન 2-humdekhengenews

આ ડોક્યુમેન્ટ્રીમાં સિંગલ્સ માટે એકદમ અલગ સ્ટાઈલમાં પાર્ટનર શોધવામાં આવે છે. સીમા ટાપરિયા આ શોને હોસ્ટ કરતી જોવા મળશે. દર્શકો માટે આ ડોક્યુમેન્ટરી 21 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આ પણ વાંચો: એક નહીં, ‘રામાયણ’માં 11 પાત્રો ભજવ્યા આ અભિનેતાએ, કામ ન મળ્યું, ટીવી છોડી દીધું અને હવે જીવી રહ્યો છે આવી જિંદગી

Back to top button