આ દિગ્ગજ અભિનેત્રીએ વર્ષો પછી લગ્ન વિશે કર્યો ખુલાસો!
- પીઢ અભિનેત્રી અરુણા ઇરાનીએ પર્સનલ લાઈફના કિસ્સા શેર કર્યા
- ફિલ્મ ડીરેક્ટર કુકુ કોહલી સાથે કર્યા હતા લવ મેરેજ
- મહેમુદ સાહેબ સાથે પણ નામ જોડાયું હતું
HDNEWS-10 એપ્રિલ: અરુણા ઈરાની બોલીવુડમાં દશકો સુધી કામ કર્યા પછી હાલમાં જ તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં દસકોથી કામ કરેલી રહેલી અરુણા ઇરાનીએ ડીરેક્ટર કુકુજી કોહલી અને મહેમુદ સાહેબ સાથેના પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું.
માત્ર 9 વર્ષની ઉંમરે ગંગા જમુના (1961) ફિલ્મ કરીને પોતાની કારકીર્દીની શરુઆત કરનાર અરુણા ઇરાનીએ ઔલાદ, હમજોલી, નયા જમાના, કારવાં, બોબી, રોકી જેવી અઢળક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય સંતુ રંગીલી, મારે જાવું પેલે પાર જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું કામણ પાથર્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસે 6 દસકથી પણ વધુ સમય વિતાવ્યો છે તેઓ પોતાની દમદાર એક્ટીંગ, સોંગ અને પોતાની આગવી સિગ્નેચર સ્ટાઈલ માટે જાણીતા છે. આ સિવાય અરુણા ઈરાનીનું પ્રેમપ્રકરણ પણ ચર્ચામાં રહ્યું હતું. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાની લવસ્ટોરી અને કારકિર્દીમાં આવેલા અપ-ડાઉન અને પોતાના લગ્નસંબંધ વિશે ખુલ્લા મને વાતો શેર કરી હતી. તેણે મહેમુદ સાહેબ સાથેના પોતાના સંબંધો અને કુકુ કોહલી સાથેના લગ્નસંબંધ લાંબા સમય સુધી કેમ છુપાવી રાખ્યા તેનો પણ ખુલાસો કર્યો હતો.
સાથે કામ કરતા કરતા થઈ ગયો પ્રેમ
અરુણા ઈરાનીએ કહ્યું હતું કે, હું અને કુકુ પહેલા તો એકબીજાથી ખુબ ચીડાતા હતા. હું કુકુ ઉપર ખૂબ જ ગુસ્સે થતી હતી. અમારી પેહલી મુલાકાત ફિલ્મ ‘કોહરામ’ ના સેટ પર થઈ હતી. ત્યારે હું મારુ ઘર ચલાવવા માટે ઘણી બધી ફિલ્મોમાં એકસાથે કામ કરી રહી હતી. જેમાં મારા રોલ નાના અને બહું ખાસ ન હોય તેવા રહેતા હતા. તે સમયે મને નહોતી ખબર કે કેવી ફિલ્મો કરવી જોઈએ. માટે હું માત્ર કામ કરવા માટે ફિલ્મો સાઈન કરી લેતી. જ્યારે હું મદ્રાસમાં ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે ફિલ્મ ડિરેક્ટર કુકુજી કોહલીએ મારી પાસે એક મહિનાની તારીખો માંગી હતી. પહેલા તો મે કેટલાક દિવસ આનકાની કરી પછી મે ફિલ્મ કરવાની ના પાડી દીધી. આ સાંભળીને તેઓ મારા પર ગુસ્સે થઈ ગયા, તેમણે આ વાત ગમી નહી. પણ પછી અમે સાથે કામ કરતા થયા. અરુણાએ ઇરાની પોતાની લવસ્ટોરીની કહાની આગળ ધપાવતા ક્હે છે કે, જ્યારે અમે સાથે કામ કરતા ત્યારે મને આખો દિવસ બેસાડીને માત્ર એક શોટ જ આપતા હતા. જેના કારણે હું તેમની સાથે ખુબ ઝઘડતી હતી. આ સિવાય જ્યારે ફિલ્મનો હિરો ધર્મેન્દ્ર સેટ પર ન આવે ત્યાં સુધી બધાને બેસી રહેવું પડતું. આ બધા કારણથી હું તેના પર ગુસ્સો કરતી ત્યારે કુકુજી મને શાંત પાડીને આશ્વાસન આપતા હતા. આમ પછી અચાનક તેઓ મારા તરફ કુણુ વલણ અપનાવા લાગ્યા હતા. અને મારી તારિખો પણ એડજસ્ટ કરવા લાગ્યા. આમ સાથે કામ કરતા, ઝઘડતા અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો.
એટલે છુપાવી હતી લગ્નની વાત
થોડા સમય પહેલા જ ડિરેક્ટર કુકુજીની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. આથી હું આ વિશે ખુલીને વાત કરી શકું છું. મે મારા લગ્નની અત્યાર સુધી વાત છુપાવી રાખી હતી, પણ હવે હું તેના પર વાત કરી શકું છું. કારણે કે તેમના પ્રથમ પત્ની હવે હયાત નથી. ફિલ્મ ડીરેક્ટર કુકુજી કોહલી પરિણીત હતા. ક્યારેક ક્યારેક તેમની પત્ની બાળકો સાથે સેટ પર પણ આવતા હતા. પણ તે સમયે મારા વિશે અફવાઓ ચાલતી કે હું આ વાતથી અજાણ છું પણ હકીકતમાં હું આ વાતથી પરિચીત હતી. મારા માટે આ સંબંધ માટે આગળ વધવું ઘણું જ મુશ્કેલ હતું, છેવટે કોઈ પણ રીતે અમારા લગ્ન થયા. આ માટે તેઓએ પુરી દુનીયાથી લડ્યા હતા. પછી મેં નિસંતાન રહેવાનું નક્કી કર્યું હતું. જેનો મને આજે બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે. અરુણા ઈરાનીએ 40માં વર્ષે ફિલ્મ ડિરેક્ટર કુકુજી કોહલી સાથે 1990માં લગ્ન કર્યા હતા. કુકુજી પોતાની પહેલી પત્ની સાથે છુટાછે઼ડા નહોતા લીધા ત્યારપછી આંતરિક સહમતિ સાધીને મામલો શાંત પડ્યો હતો.
મહેમુદ સાહેબને યાદ કર્યા
અરુણા ઈરાનીનું મહેમુદ સાહેબ સાથે પણ નામ જોડાયું હતું. તેમની લવ અફેરની વાતો એ સમયે ખુબ ચગી હતી. મહેમુદ સાહેબને યાદ કરતા ઇરાની કહે છે કે તેમણે જ મારી કારકિર્દી બનાવી હતી અને તેમણે જ મારી કારકીર્દી બગાડી હતી. છેવટે બધુ બરાબર થઈ ગયું હતું અને મારી ગાડી પાટા પર ચડી ગઈ હતી. મહેમુદ સાહેબ સાથે કામ કરીને મને ઘણું જ શીખવા મળ્યું હતું. તેમણે જ મને અભિનય સાચો ક્કકો શીખવાડ્યો હતો. તેઓએ 1970ના દસકમાં ‘બોમ્બે ટુ ગોવા’ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને સાથે સાથે આ જોડીની પણ લવ અફેરની અફવાઓ ઉડી હતી.આથી ગુસ્સે થયેલી મહેમુદની પત્નીએ મહેમુદને સાથે કામ ન કરવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. આ વિશે અરુણા ઇરાનીએ ફોડ પાડ્યો કે અમારી વચ્ચે બધું સામાન્ય હતું અમે તો ફક્ત સારા મિત્રો હતા.
આ પણ વાંચો: જયા બચ્ચનનો 76મો જન્મદિવસ, બેટર હાફ માટે બિગ બીએ લખી પોસ્ટ