Microsoft Windowsના આ વર્ઝન થશે બંધ !
માઇક્રોસોફ્ટે Windows 7 અને Windows 8.1 માટે સમર્થન સમાપ્ત કર્યું છે. આનો અર્થ એ છે કે Microsoft હવે Windows 7 અને Windows 8.1 માટે કોઈપણ સિસ્ટમ અપડેટ્સ અથવા સુરક્ષા અપડેટ્સ રિલીઝ કરશે નહીં. માઇક્રોસોફ્ટે પહેલેથી જ કહ્યું હતું કે તે 10 જાન્યુઆરી, 2023 થી Windows 7 અને Windows 8.1 માટે સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરશે નહીં, અને તકનીકી અપડેટ્સ પણ બહાર પાડવામાં આવશે નહીં.
આ પણ વાંચો : હવે તમારા દરેક સવાલના જવાબ મળશે ChatGPT પર : ગૂગલને પણ આપશે ટક્કર !
ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટે સપોર્ટ નહીં કરે આ વર્ઝનો
માઈક્રોસોફ્ટના આ પગલા પછી વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1ને નવા સિક્યોરિટી અપડેટ્સ નહીં મળે અને ટેક્નિકલ સપોર્ટ પણ નહીં મળે. આ ઉપરાંત ડેવલપર્સ માટે WebView2 સપોર્ટ પણ 10 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયો છે. જેની મદદથી ડેવલપર્સ તેમની એપ્સ અપડેટ કરે છે. માઈક્રોસોફ્ટ સિવાય ગૂગલે પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, તે વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1 માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટે સપોર્ટ પણ બંધ કરી રહ્યું છે. વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1 માં ગૂગલ ક્રોમનું નવું વર્ઝન પણ 7 ફેબ્રુઆરી પછી સપોર્ટ કરશે નહીં.
સિક્યોરિટી અપડેટ્સના અભાવે હેકર્સના નિશાના પર રહેશે આ વર્ઝનો
સિક્યોરિટી અપડેટ્સના અભાવે વિન્ડોઝ 8.1 અને વિન્ડોઝ 7 હેકર્સના નિશાના પર રહેશે અને તેના પર બગ્સ આવવાની શક્યતા વધુ રહેશે. 2021 ના અંત સુધીમાં, Windows 7 ના વપરાશકર્તાઓની સંખ્યા 100 મિલિયન હતી. માઈક્રોસોફ્ટના આ પગલા પછી આવી સ્થિતિમાં, આ તમામ વપરાશકર્તાઓએ તેમની વિન્ડોઝ અપડેટ કરવી પડશે. થોડા મહિના પહેલા કરવામાં આવેલા એક સર્વે મુજબ, વિશ્વભરમાં વિન્ડોઝ 11 કરતા 27 મિલિયન વધુ કમ્પ્યુટર્સ Windows XP, 7 અને 8 પર કામ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટે 2020માં જ વિન્ડોઝ 7 યુઝર્સને ચેતવણી પણ આપી હતી.