ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

7 કરોડથી વધુમાં વેચાયો આ યૂનિક મોબાઈલ નંબર, 22 લાખ રુપિયાથી શરુ થઈ હતી બોલી

Text To Speech
  • એક જ મોબાઈલ નંબરમાં સાત વખત 7 વાળો અનોખો નંબર 7.25 કરોડ રુપિયામાં વેચાયો
  • મોબાઈલ નંબર સાથે કારની નંબર પ્લેટની પણ બોલી લાગી, એક નંબર પ્લેટ 65 કરોડમાં વેચાઈ

દુબઈ, 6 એપ્રિલ: અમીર લોકો માટે શોખ જ મહત્તવના હોય છે. તેમને શોખ સામે પૈસાની કંઈ કિમત હોતી નથી. તેનું લેટેસ્ટ ઉદાહરણ દુબઈમાં જ જોવા મળ્યું છે. અહીં ‘ધ મોસ્ટ નોબલ નંબર્સ’ની ચેરિટી ઓક્શનમાં એક અનોખા નંબર માટે અદ્ભુત બોલી લાગી હતી. આ યુનિક નંબરમાં સાત વખત ‘7’ છે. આ ફેન્સી નંબર 058-7777777 છે. ખલીજ ટાઈમ્સ અનુસાર, આ નંબર માટે મજબૂત બોલી લગાવવામાં આવી હતી અને તે AED 3,200,000 (લગભગ રૂ. 7.25 કરોડ)માં વેચાયો હતો.

21 વિશિષ્ટ મોબાઈલ નંબરોની હરાજી

અહેવાલો અનુસાર, UAEના વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૌમ દ્વારા શરૂ કરાયેલ Dh1 બિલિયન મધર્સ એન્ડોમેન્ટ ઝુંબેશને સમર્થન આપવા માટે કુલ 10 ફેન્સી કાર નંબર પ્લેટ અને 21 વિશિષ્ટ મોબાઇલ નંબરોની હરાજી કરવામાં આવી હતી. જેમાં 7 સિરીઝના ખાસ નંબર પર બિડર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.

22 લાખ રૂપિયાથી બોલી શરૂ થઈ

ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, આ યુનિક નંબર માટે બોલી AED 100,000 (લગભગ રૂ. 22 લાખ)થી શરૂ થઈ હતી અને થોડીક વારમાં કરોડોની બોલી લાગી હતી. એક જ મોબાઈલ નંબરમાં સાત વખત 7 વાળો અનોખા નંબરને કારણે બિડર્સ વચ્ચે મજબૂત સ્પર્ધા જોવા મળી હતી. અન્ય નંબર 054-5555555 પણ હરાજીમાં AED 2.875 મિલિયનની ભારે કિંમતે વેચાયો હતો.

 

65 કરોડમાં કારની નંબર પ્લેટ વેચાઈ

આ હરાજીમાં AED 38.095 મિલિયન (અંદાજે રૂ. 86 કરોડ) કરતાં વધુની કુલ રકમ એકત્ર કરવામાં આવી હતી. આમાં, કારની નંબર પ્લેટનું વેચાણ AED 29 મિલિયન (લગભગ 65 કરોડ રૂપિયા)માં થયું હતું. આ સિવાય ટેલિકોમ કંપનીઓ Etisalat અને duના વિશેષ નંબરોમાંથી અનુક્રમે AED 4.135 મિલિયન (અંદાજે રૂ. 9 કરોડ) અને AED 4.935 મિલિયન (અંદાજે રૂ. 11 કરોડ) મળ્યા હતા.

અગાઉ એક નંબર પ્લેટ 124 કરોડમાં વેચાઈ હતી

દુબઈમાં ગયા વર્ષે પણ મોબાઈલ નંબર તેમજ કાર નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. આ દરમિયાન અહીં ‘P7’55 મિલિયન AED (લગભગ 124 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. કાર નંબર પ્લેટની આટલી મોટી હરાજી બોલાતા તે ખુબજ ચર્ચામાં આવી હતી

આ પણ વાંચો: શું Google સર્ચ માટે પૈસા ચૂકવવા પડશે? કંપની ટૂંક સમયમાં કરશે ફેરફાર

Back to top button