ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ

આ રીતનું ગોલ્ડન મિલ્ક ફ્રી રેડિકલ્સને હટાવીને ઈમ્યુનિટી મજબૂત કરશે

Text To Speech

શરીરમાં દર્દ હોય કે ઈમ્યુનિટી મજબૂત કરવી હોય તો ડોક્ટર્સ ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. પ્રેગનન્સી સમયે પણ આ દૂધ ઘણો ફાયદોકરે છે. તેનાથી ગર્ભવતી મહિલાને કેલ્શિયમ મળે છે અને સાથે જ ગર્ભના બાળકને સ્કેલેટલની જરૂર પૂરી થાય છે અને વિકાસ માટે જરૂરી તત્વો પણ મળે છે. રોજ 1 ગ્લાસ આ ગોલ્ડન મિલ્કનો ઉપયોગ કરવાથી તેની અસર સારી રહે છે. તેનો વધારે પડતો ઉપયોગ નકારાત્મક અસર કરી શકે છે.

શરીરનો દુઃખાવો કરે છે ઓછો

હળદરવાળા દૂધમાં અનેટી ઇન્ફેલેમેટરી ગુણ હોય છે. જે શરીરમાં થતા દર્દમાં અને સોજામાં રાહત આપે છે. પ્રેગનન્સીમાં શરીરમાં થતા હોર્મોનલ ચેન્જમાં પણરાહત આપે છે. આ સમયે રોજ 1 ગ્લાસ હળદર વાળું દૂધ પીવામાં આવે તો રાહત મળે છે.પ્રેગનન્સી સમયે હળદરવાળું દૂધ પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે.આ માટે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જરૂરી છે. તે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સને હટાવીને ઈમ્યુનિટી મજબૂત કરે છે.

શરદી ખાંસીથી આપે છે રાહત

હળદરવાળા દૂધમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફેલમેટરી ગુણ હોય છે. જે શરદી અને ઉધરસને ઘટાડે છે. આ સિવાય ગળાની ખરાશને પણ ઓછી કરે છે.એટલું નહીં તે ઠંડી અને ફ્લૂ સામે પણ રક્ષણ આપે છે. ગર્ભાવસ્થા સમયે કબજિયાતની સમસ્યા હંમેશા રહે છે. મલાશય પર વધતો ગર્ભાશયનો દબાવ કબજિયાત સર્જે છે. એવામાં આ હળદરવાળું દૂધ લાભદાયી રહે છે. એક ચપટી હળદરને દૂધમાં મિક્સ કરીને પીઓ, શક્ય હોય તો ઓર્ગેનિક હળદરનો પ્રયોગ કરો. તેમાં કોઈ મિલાવટ હોતી નથી અને તે હેલ્થ માટે સારી રહે છે.

Back to top button