ફૂડહેલ્થ

કફ, તાવ સહિત 6 પ્રોબ્લેમનો રામબાણ ઇલાજ છે આ કંદમૂળ, ડોક્ટર પાસેથી જાણો સેવનની રીત

શિયાળામાં હવામાનમાં સતત ઠંડીના કારણે લોકોને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નાના દિવસો અને લાંબી રાતવાળા આ મોસમમાં નાની-મોટી બીમારીઓ થતી જ રહે છે. શિયાળામાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ ઘટાડો થાય છે, જેના કારણે અનેક પ્રકારના ઇન્ફેક્શન, વાયરસ સરળતાથી શરીરમાં પ્રવેશ કરી લે છે. તેથી જ ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે યોગ્ય ખાન-પાન અને વ્યાયામની સાથે ચાના બદલે ઉકાળાનું સેવન પણ ફાયદાકારક સાબિત થાય છે. શિયાળામાં થતી અલગ અલગ છ સ્વાસ્થ્ય સમસ્યાઓને જડમૂળથી દૂર કરવા માટે આદુનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. અલગ અલગ પ્રકારે આદુનું સેવન અને તેના મિશ્રણથી તૈયાર થતાં ઉકાળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે.

આદુના પોષક તત્વો : એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસના જણાવ્યા અનુસાર, આદુમાં અનેક પ્રકારના પોષક તત્વો મોજૂદ હોય છે. તેમાં પાણી, એનર્જી, પ્રોટીન, ટોટલ લિપિડ (ફેટ), કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, શુગર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, મેંગેનિઝ, સેલેનિયમ, વિટામિન સી, થાયમિન, રાઇબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી-6, ફોલેટ, વિટામિન-ઇ, વિટામિન કે, લિપિડ ફેટી એસિડ (સેચ્યુરેટેડ), ફેટી એસિડ (મોનોઅનસેચ્યુરેટેડ), ફેટી એસિડ (પોલીસેચ્યુરેટેડ) ભરપૂર માત્રામાં હોય છે, જે શિયાળામાં તેને ઉત્તમ કંદમૂળ અને દવા બનાવે છે.

પાચન માટે આ રીતે કરો સેવન : આયુર્વેદિક નિષ્ણાત અનુસાર, જો તમારું પાચન નબળું છે અથવા તેનાથી સંબંધિત સમસ્યાઓથી તમે પરેશાન છો તો બપોરના ભોજનની સાથે છાશમાં એક ચપટી આદુ પાઉડરનો પ્રયોગ કરો. તેમાં મોજૂદ ફાઇબર ડાયજેશનને મજબૂત કરવાનું કામ કરે છે તો આદુથી કરો શિયાળામાં થતી નાની-મોટી બીમારીઓને છૂમંતર.

ખાસી-કફ માટે આદુ : આદુમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણ તમારાં ગળાની ખરાશ, ખાંસી, શરદી અને સોજામાં રાહત આપે છે. આ માટે એક ઇંચ તાજા આદુને અડધા ગ્લાસ પાણીમાં 3-5 મિનિટ સુધી ઉકાળો. પાણી હળવું ગરમ હોય ત્યારે તેને ગાળીને પી લો.

ઇમ્યૂનિટી માટે શ્રેષ્ઠ : આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણોની સાથે એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઇમ્યૂનો ન્યૂટ્રિશન મોજૂદ હોય છે, જે ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. આ માટે 1 લિટર પાણી લો, તેમાં અડધી ચમચી સૂંઠનો પાઉડર નાખો, ધીમી આંચે 15 મિનિટ સુધી ઉકાળીને આખો દિવસ આ પાણીનું સેવન કરતા રહો.

લિવરને રાખશે હેલ્ધી : આદુમાં મોજૂદ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણ લિવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આ સાથે જ ફેટી લિવર અને ખરાબ લિવરના કારણે થતી કાર્યપ્રણાલીની સમસ્યાઓને પણ દૂર કરે છે. આ માટે જીરું, લીલા ધાણા અને સૂંઠની ચામાં એક ઇંચ છીણેલું આદુ મેળવીને ચા તૈયાર કરો. આ ચાને ભોજનના 1 કલાક બાદ પીવો.

આ ચીજોમાં ફાયદાકારક છે આદુ : આયુર્વેદમાં આદુનો ઉપયોગ લાંબા સમયથી અનેક રોગોના ઉપચારમાં કરવામાં આવે છે. તેમાં મોજૂદ ઔષધિય ગુણો અને પોષક તત્વો કેન્સર, અલ્ઝાઇમર, વજન ઘટાડવા, કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસમાં પ્રભાવી અસર દેખાડે છે.

Back to top button