અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમનોરંજન

આ ટોચની ગુજરાતી અભિનેત્રી પણ બંધાશે લગ્નના બંધનમાં, જાણો પૂરી વિગતો

Text To Speech

અમદાવાદ, 4 ડિસેમ્બર, ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ આરોહી પટેલ એક્ટર તત્સત મુનશી સાથે આ મહિને એટલે કે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવાની છે. આરોહી અને તત્સતે ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગ્લમ’ તેમજ વેબસિરીઝ ‘નોન-આલ્કોહોલિક બ્રેકઅપ’માં સાથે કામ કરેલું છે. વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન ફ્રેન્ડ્સ બનેલા આરોહી અને તત્સત ઘણી સમાન રૂચિ ધરાવે છે, જેમાં બોલિવૂડ ફિલ્મો પ્રત્યેનો તેમનો પ્રેમ પણ સામેલ છે.

આ ઉપરાંત બંનેઓ મલ્હાર અને પૂજાના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા. તત્સત અને કોમેડી વેબ સિરીઝ નોન-આલ્કોડોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા હતા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારે હવે બંને તેમના સંબંધોને લગ્ન સુધી આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે. આરોહિ અને તત્સત બંનેના ઘરો રોશનીથી ડેકોરેટ પણ કરવામાં આવ્યા છે. છે.

આ સિવાય આ બંને અવારનવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીના રિસેપ્શન ફંક્શનમાં તત્સત મુનશી અને આરોહી પટેલે પેપ્સ સામે એકસાથે પોઝ આપ્યા હતા. તત્સત મુનશી અને આરોહી પટેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમારી ફ્રેમિલી અમને ટોમ એન્ડ જેરી કહે છે. અમારી મિત્રતા તેમના જેવી છે. આ સિવાય બંનેને વીડિયો ગેમ્સ, મસાલા મૂવીઝ ખૂબ જ ગમે છે.

જાણો કોણ છે આરોહી

આરોહી ‘લવ ની ભવાઈ’, ‘મોન્ટુ ની બિટ્ટુ’, અને ‘ઓમ મંગલમ સિંગલમ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેનો જન્મ દિગ્દર્શકો અને નિર્માતાના પરિવારમાં થયો હતો. તેને ડાન્સનો ખુબ શોખ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરવા સિવાય તે કેટલીક ગુજરાતી વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2021માં તેણે ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયેલી વેબ સિરીઝ ‘ઓકે બોસ’માં ‘મેઘા વસાવડા’ ની ભૂમિકા ભજવી હતી. આરોહીના લાખો ચાહકો છે.

આ પણ વાંચો..બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી, હત્યારાની ફાંસી પર SCએ રોક લગાવી; જાણો કારણ

Back to top button