ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રમાં આ વખતે રાજકીય સમીકરણ બદલાયા, ભાજપ માટે રાહતની વાત

અમદાવાદઃ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝાટકો કચ્છ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાંથી લાગ્યો હતો. 54 સીટવાળા આ સમગ્ર ક્ષેત્રમાં કોંગ્રેસે લગભગ 60 ટકા સીટ પર કબજો કરતા 30થી વધુ બેઠક જીતી હતી. પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણી રાજકીય સમીકરણની હવા કંઈક એવી ચાલી રહી છે જેમાં ભાજપને રાહત જોવા મળી રહી છે. રાજકીય બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે ગત ચૂંટણીમાં ભાજપનું ગણિત બગાડનાર પાટીદાર સમુદાય આ વખતે ભાજપને સારી રીતે સાધી લીધો છે અને આ સમુદાયની નારાજગી પણ ઓછી જોવા મળી રહી છે. પાર્ટીએ એક ચર્તુથાસથી વધુ ટિકિટ પાટીદાર સમુદાયના લોકોને આપી છે. એટલું જ નહીં ભાજપે આ ચૂંટણીમાં અનેક જૂના જોગીઓને સાઈડલાઈન કરી નવા ચહેરાને તક આપી છે.

પાટીદાર પર ભાજપને વિશ્વાસ
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર એટલી વધુ હતી કે ભાજપ માટે 2017ની ચૂંટણીમાં સૌથી પડકારજનક મુકાબલો બન્યો હતો. તેની અસર એ થઈ કે ભાજપ 1995થી 2017ની ચૂંટણીમાં સૌથી ઓછી 99 બેઠક પર સમેટાઈ ગઈ હતી. પાટીદાર આંદોલનની અસર હતી અને જેની અસર 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યા હતા. જો કે હવે પાટીદાર અગ્રણીઓની ભાજપના નેતાઓ સાથે મળીને તમામ મુદ્દે ચર્ચા થઈ ગઈ છે અને તે બાદ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે એ વાત ચોક્કસ છે કે પાર્ટીનો ભરોસો પાટીદાર પર વધુ છે.

BJP
54 સીટવાળા આ સમગ્ર ક્ષેત્રમાં કોંગ્રેસે લગભગ 60 ટકા સીટ પર કબજો કરતા 30થી વધુ બેઠક જીતી હતી.

ગુજરાતનું રાજકારણ સમજનારા એક રાજકીય પંડિતે કહ્યું કે- ભાજપને તે વાતનો ખ્યાલ હતો કે 2017માં ગુજરાતમાં ભાજપને નબળું પાડનાર સૌરાષ્ટ્રના વિસ્તારનો મહત્વનો ભાગ હતો. તેથી આ વખતે લેઉવા પટેલના ગઢ સૌરાષ્ટ્રમાં ભાજપે આ સમુદાયના લોકોને સૌથી વધુ ટિકિટ આપી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં આવતી 54 વિધાનસભા સીટમાંથી 30 સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. જ્યારે 23 સીટ ભાજપ અને એક સીટ અન્યએ જીતી હતી. ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પાટીદાર સમુદાયનો મોટો ચહેરો નીતિન પટેલે જણાવ્યું કે- આ વખતે સૌરાષ્ટ્ર જ નહીં આખા ગુજરાતમાં ભાજપની રાહ ઘણી આસાન છે. તેઓ માને છે કે 2017ની ચૂંટણી સૌથી મુશ્કેલી ચૂંટણીઓમાંથી એક હતી, પરંતુ હવે બધું જ સામાન્ય થઈ ગયું છે. તેથી તેમનો દાવો છે કે ભાજપે અત્યાર સુધીની ચૂંટણીમાં જેટલી બેઠક મળી નથી તેટલી બેઠક 2022ની ચૂંટણીમાં મળી શકે છે.

તો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનો દાવો છે કે- ગુજરાતમાં ભાજપ આ વખતે 2017ની તુલનાએ પણ પાછળ જશે. તેમનો તર્ક છે કે ભાજપ દ્વારા પાર્ટીમાં કરવામાં આવેલો સર્વે અને પોતાના નેતાઓના નિરસ કાર્યકાળને કારણે જ ચૂંટણી પહેલા રૂપાણી સરકાર બદલાવી દેવામાં આવી હતી.

BJP
આ વખતની વિધાનસભા ચૂંટણી રાજકીય સમીકરણની હવા કંઈક એવી ચાલી રહી છે જેમાં ભાજપને રાહત જોવા મળી રહી છે. રાજકીય બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે ગત ચૂંટણીમાં ભાજપનું ગણિત બગાડનાર પાટીદાર સમુદાય આ વખતે ભાજપને સારી રીતે સાધી લીધો છે અને આ સમુદાયની નારાજગી પણ ઓછી જોવા મળી રહી છે.

જનતાની નારાજગીને જોતાં અનેક જૂના જોગીઓ કપાયા
ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર એટલી હતી કે ગુજરાતના 20 ટકાથી વધુ જિલ્લામાં ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. આંકડા મુજબ 33 જિલ્લાવાળા ગુજરાતમાં 7 જિલ્લા એવા હતા જ્યાં ભાજપ શૂન્ય પર પહોંચી ગી હતી. જેમાં અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મોરબી અને ગીર સોમનાથ જિલ્લા સામેલ હતા. જો કે ગુજરાતમાં બે જિલ્લા એવા પણ હતા કે જ્યાં 2017માં કોંગ્રેસનું ખાતું ખુલ્યું ન હતું. જેમાં પંચમહાલ અને પોરબંદર સામેલ હતું.

ગુજરાતના વધુ એક રાજકીય નિષ્ણાંતે જણાવ્યું કે- ભાજપે આ વખતે એવી એવી સીટના ઉમેદવાર બદલ્યા છે જે માત્ર ગુજરાતના મંત્રી જ હતા એવું નહીં પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે મોરબીમાં થયેલી ઘટના પછી ભાજપે સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ટિકિટ ન આપી. આ રીતે ભાજપે પોતાના અન્ય ઉમેદવારોને બદલ્યા અને તેવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો કે જનતા જે નેતાથી નારાજ છે તે તમામને અમે બદલી નાખ્યા છે.

BJP
પાટીદાર અગ્રણીઓની ભાજપના નેતાઓ સાથે મળીને તમામ મુદ્દે ચર્ચા થઈ ગઈ છે અને તે બાદ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા.

ગુજરાતમાં 182 વિધાનસભા સીટ છે અને સરકાર બનાવવા માટે 92 સીટની જરુર રહે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 સીટ મળી હતી. છ સીટ અપક્ષ અને અન્યના ફાળે ગઈ હતી. ગુજરાતમાં અલગ-અલગ પાર્ટીઓને મળેલી આ સીટને જો વિસ્તારની દ્રષ્ટીથી જોઈએ તો મધ્ય ગુજરાતની 61માંથી 37 સીટ ભાજપના ખાતા આવી હતી જ્યારે કોંગ્રેસને 22 સીટ મળી હતી. તો 2 સીટ અન્યના ખાતામાં ગઈ હતી. કચ્છ-સૌરાષ્ટ્રની 54 સીટમાંથી કોંગ્રેસને 30 બેઠક મળી હતી, જ્યારે ભાજપના ખાતામાં 23 જ સીટ ગઈ હતી. એક સીટ અન્યના ખાતામાં ગઈ હતી. ઉત્તર ગુજરાતની 32માંથી 17 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે 14 સીટ ભાજપને મળી હતી. એક સીટ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દક્ષિણ ગુજરાતમાં ભાજપે બાજી મારી હતી. આ ક્ષેત્રની 35 સીટમાંથી 25 સીટ ભાજપે જીત નોંધાવી હતી. જ્યારે 8 સીટ કોંગ્રેસના ખાતામાં તો 2 સીટ પર અન્યએ કબજો જમાવ્યો હતો.

Back to top button