ગુજરાતચૂંટણી 2022

આ વિધાનસભાની ચૂંટણીમાં વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા, ઘરે બેઠા જ મતદાન કરી શકશે

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે માં વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતની ચૂંટણીમાં વૃદ્ધો ઘરેથી મતદાન કરી શકશે. આ વર્ષની ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયના લોકો લોકો ઘરેથી જ મતદાન કરી શકશે.

80 વર્ષથી વધુ વયના મતદારો ઘરેથી મતદાન કરી શકશે

ઘરેથી મતદાન કરનારાઓની સંખ્યા સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં નોંધાઇ છે. ત્યારે અમદાવાદમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરનારાઓમાં સામેલ છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદમાં છે. એમાંય શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં 100 વર્ષના સૌથી વધુ મતદારો છે. ત્યારે તેમને ધ્યાને લઈને આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે નીતિશ કુમાર ઉતરશે મેદાનમાં, BTP-JDU વચ્ચે થયું ગઠબંધન

અમદાવાદમાં વધુ વૃદ્ધ મતદારો

ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં વૃદ્ધો ઘરેથી મતદાન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે અમદાવાદ શહેરના એલિસબ્રિજમાં 80 વર્ષથી વધુ વયના 218 મતદારો છે જ્યારે સૌથી ઓછા નિકોલ વિસ્તારમાં 100 વર્ષથી વયના 36 મતદારો નોંધાયા છે. જ્યારે નારણપુરામાં 128, વેજલપુરમાં 105, ધંધુકામાં 100 અને ઘાટલોડિયામાં 97 મતદારો નોંધાયા છે. આ સિવાય સાબરમતીમાં 73, બાપુનગરમાં 66, મણીનગરમાં 69, દસક્રોઇમાં 60 મતદારો, નરોડામાં 61 અને વટવામાં 50 મતદારો નોંધાયા છે.

Back to top button