આ વખતે ષટતિલા એકાદશી પર ત્રણ શુભ યોગઃ વધી જશે અગિયારસનું મહત્ત્વ
શાસ્ત્રોમાં પોષ મહિનામાં આવતી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં પડનારી અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જે 18 જાન્યુઆરી બુધવારે આવે છે. એવી માન્યતા છે કે જે આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે, તેમની મનોકામના પુર્ણ થાય છે. સાથે સાથે વ્યક્તિના સમસ્ત પાપ ધોવાઇ જાય છે. તે વ્યક્તિને દુઃખ, દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે આ દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધારે વધી ગયુ છે.
વૈદિક પંચાંગ મુજબ ષટતિલા એકાદશીનું શુભ મુહૂર્ત 17 જાન્યુઆરી 2023ના દિવસે સાંજે 6.04 વાગ્યે શરૂ થશે. 18 જાન્યુઆરીએ સાંજે 4.02 મિનિટે તે પુર્ણ થશે. આ વ્રતના પારણા 19 જાન્યુઆરીની સવારે સાત વાગ્યા બાદ થશે.
ષટતિલા એકાદશીના શુભ યોગ
પંચાંગ મુજબ આ દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. તેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7.16 મિનિટે શરૂ થશે. સાંજે 5.22 મિનિટ સુધી રહેશે. અમૃત સિદ્ધિ યોગ 17 જાન્યુઆરીની સવારે 7.12થી શરૂ થઇને સાંજે 5.24 સુધી રહેશે. સાથે સાથે વૃદ્ધિ યોગ 18 જાન્યુઆરીની સવારે 5.58 વાગ્યે શરૂ થઇને 19 જાન્યુઆરીએ સવારે 2.46 સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગોને અત્યંત શુભ માનવામાં આવે છે. સાથે સાથે આ યોગમાં પુજા કરવાથી બેગણુ ફળ પ્રાપ્ત થાય છે.
આ દિવસે કેમ કરશો પુજન-વિધિ
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાની સાથે સાફ કપડાં પહેરવા જોઇએ. સાથે સાથે ભગવાન વિષ્ણુની મુર્તિની સ્થાપના કરો. ત્યારબાદ તેમાં ચંદન લગાવો. સાથે ગોળ અને તલના લાડુ બનાવી તેનો ભોગ લગાવો. ત્યારબાદ તેને પુષ્પ અને ધુપ અર્પિત કરો, ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને આરતી કરો. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો અને તલનું દાન કરો.