ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર પૂર્ણિમા પર આ વખતે ગ્રહોનો અદ્ભૂત સંયોગ, મળશે વ્રતનું બેગણું ફળ

  • ચૈત્ર પૂર્ણિમાનું વ્રત શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે રાખવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી પૂર્ણિમા પર હનુમાન જયંતિની સાથે ચિત્રા નક્ષત્રનો પ્રભાવ પણ રહેશે.

ચૈત્ર પૂર્ણિમાને ચૈત્રી પૂનમના નામથી પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમાનું વ્રત શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે રાખવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી પૂર્ણિમા પર હનુમાન જયંતીની સાથે ચિત્રા નક્ષત્રનો પ્રભાવ પણ રહેશે. જાણો ચૈત્રી પૂર્ણિમાનું વ્રત ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી સાથે અનેક શુભ યોગ બની રહ્યા છે, તેથી પૂર્ણિમાનું વ્રત રાખવું અત્યંત મંગળકારી સાબિત થશે. આ વખતે પૂર્ણિમા પર ચિત્રા નક્ષત્રનો પ્રભાવ પણ રહેશે. શાસ્ત્રો અનુસાર જ્યારે પણ ચિત્રા નક્ષત્રમાં પૂર્ણિમા તિથિ હોય છે તો તેનું મહત્ત્વ વધી જાય છે.

ચૈત્ર પૂર્ણિમા વ્રતની તારીખ

આ વખતે ચૈત્ર પૂર્ણિમાનું વ્રત 23મી એપ્રિલ મંગળવારના રોજ રાખવામાં આવશે. પૂર્ણિમા તિથિ 23મીએ સવારે 3:26 કલાકે શરૂ થશે અને 24મીએ સવારે 5:19 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિમાં 23મીએ આવતી હોવાથી પૂર્ણિમાનું વ્રત મંગળવારે જ રાખવામાં આવશે. આ દિવસે હનુમાન જયંતી વ્રત પણ રાખવામાં આવશે.

ચૈત્ર પૂર્ણિમા પર આ વખતે ગ્રહોનો અદ્ભૂત સંયોગ, મળશે વ્રતનું બેગણું ફળ hum dekhenge news

ચૈત્ર પૂર્ણિમા વ્રતનું મહત્ત્વ

ભગવાન સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. ચંદ્રને અર્ઘ અર્પણ કર્યા પછી જ પૂર્ણિમાનું વ્રત ખોલવામાં આવે છે. તેમાં દેવતાઓની પૂજા, દાન-પુણ્ય, તીર્થ-સ્નાન અને પુરાણ સાંભળવાથી પૂર્ણ ફળ મળે છે. સાથે ચૈત્ર પૂર્ણિમા પર ચિત્રા નક્ષત્રનો પ્રભાવ હોય ત્યારે વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. તેની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

ચૈત્ર પૂર્ણિમા પૂજા વિધિ

  • ચૈત્ર પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો, જો આ શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ નાખીને સ્નાન કરો.
  • આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ પ્રમાણે પૂજા કરો.
  • સૌથી પહેલા એક લાકડાના પાટલા કે બાજઠ પર પીળું કપડું બિછાવી લો, ત્યારબાદ ભગવાન વિષ્ણુનો ગંગા જળથી અભિષેક કરો.
  • ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો. તેમની આરતી કરો અને અંતે તુલસી દળ ઉમેરીને તેમને ખીર ચઢાવો.
  • રાત્રે ચંદ્રમાને કાચુ દૂધ નાખીને અર્ઘ્ય ચઢાવો અને ત્યાર બાદ જ ઉપવાસ ખોલો.
Back to top button