ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિ પર આ વખતે પાંચ રાજયોગ, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી

Text To Speech
  • 2024ની ચૈત્ર નવરાત્રિ પર પાંચ રાજયોગ બની રહ્યા છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત આ વખતે એવા અદ્ભૂત સંયોગની વચ્ચે થશે કે જ્યારે પાંચ રાજયોગનો મહાસંયોગ બનશે.

આ વર્ષે નવ એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મંદિરો અને ઘરોમાં કળશ સ્થાપના સાથે માતા ભગવતીની પૂજાની શરૂઆત થશે. આ નવરાત્રિમાં સર્વાર્થ અમૃત સિદ્ધિ, સિદ્ધ યોગ, રવિયોગ, આયુષ્માન યોગ અને પુષ્ય નક્ષત્રનો સુયોગ બની રહ્યો છે. એટલું જ નહિ આ વર્ષે અનેક રાજયોગ પણ એકસાથે બની રહ્યા છે. આ વખતે નવરાત્રિ પર ગ્રહોની સ્થિતિ પણ ખૂબ સારી છે. આજ કારણ છે કે આ વખતે નવરાત્રિ પર પાંચ રાજયોગ બની રહ્યા છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત આ વખતે એવા અદ્ભૂત સંયોગની વચ્ચે થશે કે જ્યારે પાંચ રાજયોગનો મહાસંયોગ બનશે.

કયા રાજયોગ બનશે?

ચંદ્રમા આ દિવસે મેષ રાશિમાં છે, જ્યાં તેમની સાથે ગુરૂ છે, જે ગજકેસરી યોગનું નિર્માણ કરશે. શુક્ર મીન રાશિમાં બુધ સાથે લક્ષ્મી નારાયણ યોગ, મેષ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ, શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં માલવ્ય રાજયોગ બનાવશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર નવ એપ્રિલના રોજ અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બંને સાથે પડશે. આ બંને શુભ યોગ 9 એપ્રિલે સવારે 7.32 વાગ્યાથી લઈને આખો દિવસ રહેશે. આ તમામ યોગોને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જાણો કઈ રાશિ પર શું અસર થશે?

ચૈત્ર નવરાત્રિ પર આ વખતે પાંચ રાજયોગ, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી hum dekhenge news

પાંચ રાજયોગ આ રાશિઓની લાઈફ ચમકાવશે

આ સંયોગથી એક તરફ જ્યાં ભાગ્યનો સાથ મળશે, તો બીજી તરફ ધનનો વરસાદ થશે. મેષ રાશિ અને સિંહ રાશિના લોકો આ શુભ સમયમાં કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકે છે. વૃષભ રાશિના લોકો આ સમયમાં પ્રોફિટ મેળવશે. કુંભ રાશિના લોકો નવા બિઝનેસમાં લાભ મેળવવામાં સફળ રહેશે. આ પાંચ રાજયોગથી ચાર રાશિઓને ભાગ્યનો સાથ મળશે.

ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપના મુહૂર્ત

ચૈત્ર મહિનામાં આઠ એપ્રિલ અને સોમવારની રાતે 11.55 વાગ્યે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે. આગામી દિવસે નવ એપ્રિલે રાતે 8.30 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રિનું વ્રત 9 એપ્રિલે રાખવામાં આવશે.

ચૈત્ર નવરાત્રિ પર ઘટસ્થાપનાનું મુહૂર્ત

સવારે 6.11 વાગ્યાથી 10.23 વાગ્યા સુધી રહેશે. અભિજીત મુહૂર્ત 12.03થી 12.54 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ 2024: મા દુર્ગાનું ઘોડા પર આગમન, જાણો મહત્ત્વ અને કળશ સ્થાપનનું મુહૂર્ત

Back to top button