ચૂટંણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં, અશોક ગેહલોત આજથી ચાર દિવસ ગુજરાતના પ્રવાસે


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજથી ચાર દિવસના ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. સીએમ ગેહલોત 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે. આ દરમિયાન તેઓ 6 સ્થળોએ જાહેર સભાઓ સંબોધશે. થોડા સમય પહેલા જ ટી એસ સિંહદેવ અને મિલિન્દ દેવરા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ભારત જોડો પદયાત્રામાં ગેહલોત ભાગ લેશે.

6 સ્થળોએ જાહેર સભાઓ
કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સીએમ ગેહલોતને ખાસ નિરીક્ષક બનાવ્યા છે ત્યારે સીએમ ગહેલોત આગામી ચૂંટણીને લઈને નેતાઓનુ માર્ગ દર્શન કરશે. સીએમ ગેહલોત અગાઉ પણ અમદાવાદની મુલાકાત લઈ જનસભાઓ કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે ગેહલોત આજે મધ્ય ગુજરાતના ગરબાડા અને ફતેપુરામાં જનસભાને સંબોધશે. જે બાદ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

નવસારીની મુલાકાત લેશે
અશોક ગેહલોત સુરતમાં રાત્રી રોકાણ કરશે. જે બાદ આવતીકાલે અશોક ગહેલોત નવસારીની મુલાકાતે જશે. જ્યા તેઓ ધારાસભ્ય અનંત પટેલની આદિવસી આક્રોશ રેલીમાં ઉપસ્થિત રહેશે.નવસારી સ્થિત આવેલ લુન્સીકુઈલ મેદાનથી આદિવાસી આક્રોશ રેલી નીકળશે.