અમદાવાદગુજરાત

ચુંટણીનું કાઉન્ટ ડાઉન: રાજકીય પાર્ટીઓની ગુજરાત મુલાકાત વધી, કેજરીવાલ અને માન સહિત પીએમ મોદી પણ ગુજરાત પ્રવાસે

Text To Speech

વિધાનસભા ચૂંટણીના ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. અનેક રાજકીય પાર્ટીઓ જીત હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતના મેદાનમાં ઉતરી છે ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે ચુંટણીના કાઉન્ટ ડાઉનની વચ્ચે કેજરીવાલ સરકારની નજર હવે ગુજરાત પર છે. ત્યારે ગુજરાતની જનતાને રીઝવવા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે કરી અનેક જગ્યાએ સભા સંબોધશે. જે બાદ દેશના પીએમ મોદી પણ ફરી ગુજરાત મુલાકાત આવી રહ્યા છે.

અનેક જગ્યાએ સભા સંબોધશે
ગુજરાતમાં વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અનેક જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મહિનાની આ બીજી મુલાકાત છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 01 અને 02 ઓક્ટોમ્બરે ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેણે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર સહિત ચાર જનસભાને સંબોધિત કરી હતી.

ધર્માંતરણ વિવાદ બાદ કેજરીવાલ ગુજરાતમાં
દિલ્લી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાના શપથ લેવડાવતા ખડભડાટ મચી ગઈ હતી જે બાદ આ મુદે અનેક વિરોધી પાર્ટીના કાર્યકરોએ તેમની ટીકા કરી હતી. જે બાદ આજ થી અરવિંદ કજેરીવાલ ગુજરાતની મુલાકાતે છે,ત્યારે તેમણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ આ મુદ્દાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

પીએમ મોદી પણ ગુજરાત મુલાકાતે

પીએમ મોદીએ ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે. આ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન મોદી મહેસાણામાં સભા સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ પણ કરશે.

આ પણ વાંચો: ECના પત્ર પર ઉદ્ધવનો જવાબ, કહ્યું- ‘શિંદે સિમ્બોલ પર દાવો નહીં કરી શકે, પોતે જ છોડી પાર્ટી’

Back to top button