સાથી મહિલા કર્મચારીના ઘરમાં બે મહિનામાં 10 વખત ગયો આ ચોરઃ જાણો અજીબોગરીબ કિસ્સો

જાપાન, 7 માર્ચ: 2025: આમ તો તમે ચોરીના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને કેટલાક તો જોયા પણ હશે, કે ચોર કેવી રીતે પોતાની ચતુરાઈથી ચોરી કરે છે. પરંતુ જાપાનમાં એક અજીબો-ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જાપાનના ટોક્યોમાં ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી એક મહિલાના ઘરમાં ઘૂસેલા ચોરની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આરોપી ઘરે ટીવી જોવામાં વ્યસ્ત હતો, ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો હતો. પકડાયા પછી તેણે જે કારણ આપ્યું તે સાંભળીને લોકો દંગ રહી ગયા. આરોપીએ કહ્યું, “હું વારંવાર આ ઘરે જતો હતો… તે ખૂબ જ સ્વચ્છ હતું… હું બસ તેના ઘરની હવામાં શ્વાસ લેવા માંગતો હતો.”
જાપાનમાંથી એક અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તમે કદાચ પહેલાં ક્યારેય આવા ચોર વિશે સાંભળ્યું નહીં હોય. અજીબ લાગશે કે તમારા ઘરે કોઈ નથી અને ચોર તમારા ઘરે વારંવાર આવીને રહે છે પરંતુ તમે આ વાતથી અજાણ છો. એક એવી વ્યક્તિ જે બેડરૂમ અને બાથરૂમ બંનેનો ઉપયોગ કરી રહી છે અને તમને તેની ખબર પણ નથી. જાપાનની રાજધાની ટોક્યોમાં એક વ્યક્તિ લોકોના ઘરની ડુપ્લિકેટ ચાવીઓ રાખતો હતો અને જ્યારે પણ ઈચ્છતો ત્યારે તેનો ઉપયોગ કરતો હતો. નવાઈની વાત એ છે કે તેણે આવી ઘણી ચાવીઓ રાખી હતી અને કોઈને ક્યારેય ખબર ન પડી કે તે તેમના ઘરને પોતાનું માનતો હતો અને તેમાં પ્રવેશતો હતો અને પોતાની ઈચ્છા મુજબ આવતો અને જતો હતો.
ર્યોતા મિયાહારા નામના 34 વર્ષીય વ્યક્તિ ઘણીવાર લોકોના ઘરની ડુપ્લિકેટ ચાવીઓ મેળવતો અને તેમની ગેરહાજરીમાં તેમના ઘરમાં પ્રવેશ કરતો. તેણે તેની સાથે કામ કરતી એક છોકરી સાથે પણ આવું જ કર્યું. તેની ગેરહાજરીમાં તેણે છોકરીના પર્સમાંથી તેના ઘરની ચાવીઓની વિગતો કાઢી. જાપાનમાં ડુપ્લિકેટ ચાવીઓ મંગાવી હતી ત્યારબાદ તે 2 મહિનામાં કુલ 10 વખત આ છોકરીના ઘરે ગયો, જેમાંથી તેણીને ખબર પણ નહોતી. પરંતુ તેનો ઇરાદો ચોરી કરવાનો ન હતો.
એક દિવસ જ્યારે છોકરો ઘરે પહોંચ્યો ત્યારે ઘરના માલિકનું સૂટકેશ ગાયબ હતું આવી સ્થિતિમાં તેણે વિચાર્યું કે તે બહાર ગઈ હશે. તકનો લાભ લઈને તેણે ત્યાં ટીવી જોવાનું શરૂ કર્યું અને લગભગ અઢી કલાક સુધી કાર્યક્રમ જોતો રહ્યો. આ પછી પોલીસે તેને ઘરેથી પકડી લીધો. પકડાયા પછી મિયાહારાએ જે કારણ આપ્યું તે જાણીને સૌ કોઈને નવાઈ લાગી હતી. તેણે કહ્યું કે તેને છોકરીનું ઘર ખૂબ જ સ્વચ્છ હોવાથી અને વધારે ગમ્યું છે. જ્યાં તે મુક્તપણે શ્વાસ લઈ શકતો હતો. આ જ કારણ હતું કે તે વારંવાર તેના ઘરે જતો હતો. પોલીસને મિયાહારામાંથી 15-20 ચાવીઓ મળી, જે વિવિધ ઘરો, દુકાનો અને ઓફિસોની હતી. તે અહીં નવી ચાવીઓ શોધતો હતો.
આ પણ વાંચો..10 ભારતીયોને પેલેસ્ટીની આતંકીઓના કબજામાંથી છોડાવવામાં આવ્યા