વર્ષમાં માત્ર એક વખત, મહાશિવરાત્રીએ જ ખૂલે છે ભોલેનાથનું આ મંદિર
- ભારતમાં દેવોના દેવ કહેવાતા મહાદેવજીના કેટલાક અનોખા મંદિરો છે જે વિવિધ કારણોસર ચર્ચામાં રહે છે. દેશમાં એક એવું શિવ મંદિર છે જે વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે. અહીં હજારો લોકો દર્શન કરવા આવે છે.
મહાશિવરાત્રીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રીના દિવસે ભક્તો મહાકાલની ભક્તિમાં લીન થઈ જાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના મંદિરોમાં ઘણી ભીડ હોય છે. ભારતમાં દેવોના દેવ કહેવાતા મહાદેવજીના કેટલાક અનોખા મંદિરો છે જે વિવિધ કારણોસર ચર્ચામાં રહે છે. દેશમાં એક એવું શિવ મંદિર છે જે વર્ષમાં માત્ર એક જ વખત ખૂલે છે. શિવરાત્રીએ અહીં હજારો લોકો દર્શન કરવા આવે છે.
સવારે 6થી રાતના 12 સુધી જ ખુલે છે મંદિર
આ મંદિરનું નામ સોમેશ્વર મહાદેવ મંદિર છે તે મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. આ મંદિર સાથે એક વિવાદાસ્પદ ઈતિહાસ જોડાયેલો છે, આ મંદિર મહાશિવરાત્રીના દિવસે માત્ર એક વખત જ ખૂલે છે. સોમેશ્વર મહાદેવ મદિરના દ્વાર શિવરાત્રિના દિવસે સવારે 6 વાગ્યે ખૂલે છે અને એવું માનવામાં આવે છે કે તે બપોરે 12 વાગ્યે તે બંધ થઈ જાય છે.
12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું મંદિર
અહીં દર્શન માટે લોકોની ભીડ જામે છે. શિવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરના દરવાજા બંધ હોવા છતાં લોકો બહારથી ભગવાન શિવને નમન કરે છે અને પૂજા અર્ચના કરે છે. તેમજ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દરવાજા પર કપડું બાંધે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.
રાયસેન કિલ્લા પાસે છે આ ભવ્ય મંદિર
મુઘલ શાસક સાથેના વિવાદને કારણે આ મંદિર લાંબા સમય સુધી બંધ કરાયું હતું. આ મંદિરના દરવાજા 1974 સુધી બંધ રહ્યા હતા, પરંતુ એક અભિયાન પછી તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી આ મંદિરના દરવાજા શિવરાત્રીના દિવસે માત્ર થોડા કલાકો માટે જ ખૂલે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે તે પ્રખ્યાત પર્યટન સ્થળ રાયસેન કિલ્લાની નજીક આવેલું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ આ મંદિરને જોવા આવે છે.
આ પણ વાંચોઃ બિહારમાં ભારતીય સેનાનું એરક્રાફ્ટ ખેતરમાં ક્રેશ થયું, બે પાયલોટનો ચમત્કારિક બચાવ