મગજને તેજ કરશે આ સુપરફૂડ, 20 વર્ષના અભ્યાસનું તારણ
- જો બાળકનું મગજ તેજ અને શાર્પ બનાવીને રાખવું હોય તો કેટલાક એવા સુપરફૂડ ડાયેટમાં જરૂર સામેલ કરો, જેનાથી મગજ હેલ્ધી બની રહે અને વૃદ્ધાવસ્થા આવવાની સાથે તેની અસર મગજ પર ન પડે
બાળકોના મગજને તેજ અને શાર્પ બનાવવા માટે હેલ્ધી ખાણીપીણીની સલાહ આપવામાં આવે છે. હવે આ અભ્યાસમાં એક વાત જાણવા મળી છે કે જો બાળકનું મગજ તેજ અને શાર્પ બનાવીને રાખવું હોય તો કેટલાક એવા સુપરફૂડ ડાયેટમાં જરૂર સામેલ કરો, જેનાથી મગજ હેલ્ધી બની રહે અને વૃદ્ધાવસ્થા આવવાની સાથે તેની અસર મગજ પર ન પડે.
અભ્યાસમાં જાણવા મળ્યું સુપરફૂડ
હાર્વર્ડ એક્સપર્ટે 20 વર્ષના અભ્યાસ બાદ એક એવા સુપરફૂડ વિશે જણાવ્યું છે કે જેને ખાવાથી મેન્ટલ હેલ્થ પર અસર થાય છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના પોષક તત્વો હોય તો ન્યૂરો પ્રોટેક્ટિવ હોય છે. આ પોષક તત્વો વિટામીન બી, એન્ટીઓક્સિડન્ટ્સ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ બે પ્રકારના હોય છે ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ. હાર્વર્ડ એક્સપર્ટસે જણાવ્યું કે હેલ્ધી બ્રેન માટે ઓમેગા 3 ફેટી એસિડ નંબર વન ન્યુટ્રિઅન્ટ્સ છે.
ઓમેગા 3 ફેટી એસિડ છે મગજ માટે હેલ્ધી
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ જે ફૂડ્સમાં રિયલ ઓમેગા 3 ફેટી એસિડ મળે છે. તેના શરીરમાં એબ્ઝોર્બ્શન અને ફાયદા વધુ હોય છે. વેજિટેરિયન લોકો ઓમેગા 3 ફેટી એસિડ આ ફૂડમાંથી નેચરલી લઈ શકે છે. ચિયા સીડ્સ, તલ, અખરોટ અને અળસીના બી સારો સ્ત્રોત છે. રોજ 28 ગ્રામ ચિયા સીડ્સ ખાઈ શકાય છે. જે રોજની શરીરની ઓમેગા 3 ફેટી એસિડની જરૂરિયાતને પૂર્ણ કરશે.