ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

આ વિદ્યાર્થીએ બતાવેલો પ્રદૂષણથી બચવાનો આ રસ્તો તમને ખડખડાટ હસાવી દેશે

Text To Speech
  •  ઇન્સ્ટાગ્રામની પોસ્ટ થઈ વાયરલ
  • બાળકે બતાવ્યો પ્રદૂષણથી બચવાનો રસ્તો
  • યુઝર્સે કહ્યું-તે ભવિષ્યનો IAS અધિકારી

 HDNEWS, 12 એપ્રિલ: સોશિયલ મીડિયામાં આજકાલ ગજબના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.દેશમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકો તેનાથી બચવા માટે નુસખાઓ કરતા હોય છે. પણ સ્કુલમાં ભણતા છોકરાઓ એક વિશેષ ટ્રીકથી પ્રદૂષણથી બચવાનો ટ્રાય કરી રહ્યા છે. આજકાલ તમને સોશિયલ મીડિયામાં અજીબોગરીબ પ્રકારની હરકતો કરતા, કોમેડી કરતા હોય, વિચિત્ર ડાન્સ કરતા હોય કે પછી બધાથી અલગ દેખાવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે પણ અવનવા ગતકડાં કરનારા લોકોના વાયરલ વીડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોવા મળતા હોય છે. હાલમાં એક પોસ્ટ વાયરલ થઈ જે એક સ્કુલમાં ભણતા બાળકની આન્સર શીટ છે. જેમાં આ બાળકે લખ્યું પ્રશ્નના જવાબમાં એવું લખાણ લખ્યું છે કે તમે તે વાંચીને પોતાનું હસવું રોકી નહીં શકો.

બાળકે જણાવ્યો પ્રદૂષણથી બચવાનો ઉપાય

ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયેલી જવાબવાહીમાં એક પ્રશ્ન અને તેની નીચે પ્રશ્નનો જવાબ લખેલો છે. પ્રશ્ન એ છે કે પ્રદૂષણથી કેવી રીતે બચી શકાય? જેના જવાબમાં બાળકે લખ્યું છે કે, ‘ગાડીઓમાંથી નીકળનારા ધુમાડા અને ફેક્ટરીમાંથી નીકળતું પાણી અને પ્રદૂષિત હવા ઓછું થશે ત્યારે જ પ્રદૂષણથી બચી શકાય છે.’ આટલું લખ્યા પછી બાળકે નીચે બોલિવુડનું ગીત ‘બહુત પ્યાર કરતે હે’ લખી નાખ્યું. અને છેલ્લે લાઈન લખી કે જો આપણે આ બધી બાબતોમાં સાવધાની રાખીશું તો જ પ્રદૂષણથી બચી શકાશે.

આ રહી એ આન્સર શીટ

 

લોકોની ફની કોમેન્ટ

ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયેલી આ પોસ્ટ bittusharma નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે. આ પોસ્ટ સપ્ટેમ્બર 2023માં કરેલી આ પોસ્ટ ફરી અત્યારે વાયરલ થયેલી જોવા મળી રહી છે. જેના કોમેન્ટ બોક્ષમાં લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું કે, આ બાળક દેશનું ભવિષ્ય નક્કી કરશે. જ્યારે બીજા યુઝર્સે લખ્યું કે આ બાળક ભવિષ્યનો IAS અધિકારી છે. જ્યારે કેટલાક યુઝર્સ ફની ઇમોજી પણ શેર કરી છે.

આ પણ વાંચો: ભાજપ ઉમેદવાર કંગના રનૌતે કેમ એવું કહ્યું, ‘નાના બાળકોને પ્રેમથી પપ્પુ કહીએ છીએ’?

Back to top button