મનોરંજન

‘અનુપમા’ સીરિયલના આ સ્ટારે દુનિયા છોડી, ટીવી ઈન્ડસ્ટ્રીમાં છવાયો શોક

Text To Speech

ટીવી સીરિયલ ‘અનુપમા‘ ફેમ અભિનેતા નિતેશ પાંડેનું પાત્ર ભજવનાર વ્યક્તિનું નિધન થયું છે. ગઈ કાલે 23 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. અભિનેતાની ઉંમર 51 વર્ષની હતી. તેમની વિદાયથી દરેક લોકો શોકમાં ડૂબી ગયા છે.

અભિનેતા નીતિશ પાંડેના નિધનથી ઈન્ડસ્ટ્રી શોક

પ્રખ્યાત અભિનેતા નિતેશ પાંડે દુનિયાને અલવિદા કહી દીધું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાએ 51 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. નિતેશ પાંડેના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પહેલા ટીવી એક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન, પછી ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચાર અને હવે અભિનેતા નીતિશ પાંડેના નિધનથી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.

અનુપમા-humdekhengenews

‘અનુપમા’માં ધીરજ કપૂરની ભૂમિકા ભજવી

તમને જણાવી દઈએ કે તેણે લોકપ્રિય શો ‘અનુપમા’માં ધીરજ કપૂરની ભૂમિકા ભજવી હતી. તેણે અનુજના મિત્ર તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. સિરિયલમાં હજુ પણ તેનો ટ્રેક ચાલી રહ્યો હતો. નીતિશ પાંડે ટીવીની ફેમસ સીરિયલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિનું પાત્ર ભજવી રહ્યો હતો. લેખક સિદ્ધાર્થ નાગરે નીતિશ પાંડેના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે આ અંગેની માહિતી ફેસબુક પોસ્ટ પર આપી હતી.

આ ફિલ્મો અને ટીવી શોમા કર્યું કામ

અભિનેતાએ ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તેણે શાહરૂખ ખાનના સહાયકની ભૂમિકા ભજવી હતી. તે બધાઈ દો, રંગૂન, હન્ટર, દબંગ 2, બાજી, મેરે યાર કી શાદી હૈ, મદારી જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ટીવી શોની વાત કરીએ તો, તેણે સાયા, અસ્તિત્વ…એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલી મા, હીરો – ગાયબ મોડ ઓન માં તેના ઉમદા કામથી દરેકનું દિલ જીતી લીધું.

 આ પણ વાંચો : ‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો અમને સ્વીકાર્ય નથી’: PM મોદી

Back to top button