ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

આ સંકેત કહેશે તમારુ પેટ હેલ્ધી છે કે નહીં?

શું તમે જાણો છો કે તમારા પાચનનો આધાર તમારો ઉઠવા, બેસવા, વિચારવા, જમવા, જમવાનું ચાવવા, તમે ક્યાં બેસીને જમો છો એ બધી જ બાબતો પર નિર્ભર કરે છે. આ બધી બાબતો તમારી પાચન ક્રિયાને પ્રભાવિત કરી શકે છે. પાચનતંત્રની હેલ્થ તમારા મોંથી શરૂ થઇને તમારા આંતરડા સુધી પહોંચે છે.

તમારા શરીરમાં જતા ભોજનનો એક એક કોળિયો તમારા જઠરમાં જઇને તુટી જાય છે. જો તમે જલ્દી જલ્દી ચાવીને ખાવ છો અથવા તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી તો તમારા પેટ પર તેની ખુબ ખરાબ અસર પડી શકે છે. તેના લીધે તમારા શરીરમાં પોષક તત્વોનું અવશોષણ ઓછુ થાય છે અને તમારા આંતરડા પર પણ તેની ખરાબ અસર પડે છે. તમારુ પેટ અનહેલ્ધી છે તે તમને કેટલાક સંકેતો પરથી ખબર પડી જશે.

આ સંકેત કહેશે તમારુ પેટ હેલ્ધી છે કે નહીં?  hum dekhenge news

એસિડ રિફ્લક્સ

એસિડ રિફ્લક્સની સમસ્યાનો સામનો અનેક લોકોને કરવો પડે છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા પેટનો એસિડ તમારા મોંમા પાછો આવે છે. જેના પરિણામ સ્વરૂપે તમને એસિડિટી થાય છે. તે ઇશારો કરે છે કે તમારુ પેટ અને પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતા નથી.

બ્લોટિંગ

આ બીજો સૌથી કોમન સંકેત છે. જો તમને પણ જમતી વખતે કે બાદમાં બ્લોટિંગ અને ગેસની સમસ્યા થાય છે તો સમજો તમારા પેટમાં કંઇક ગરબડ છે.

આ સંકેત કહેશે તમારુ પેટ હેલ્ધી છે કે નહીં?  hum dekhenge news

કબજિયાત

જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારુ પેટ યોગ્ય રીતે સાફ થતુ નથી. તેનો અર્થ એ છે કે તમે જે જમો છો તે તમારા પેટ માટે યોગ્ય નથી. કબજિયાત ખરાબ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, કેફીન અને સ્મોકિંગના લીધે થાય છે.

પેટમાં દુખાવો

આ દર્દ પાચનતંત્રના અલગ અલગ ભાગમાં થઇ શકે છે. અનહેલ્ધી ખોરાકના લીધે તે થઇ શકે છે. તે આંતરડાની પરતને નુકશાન પહોંચાડે છે. રોજ પ્રોસેસ્ડ ફુડને ખાવાથી પેટ પર ખોટી અસર પડે છે. આ ઉપરાંત સ્ટ્રેસ લેવાથી કે સ્મોકિંગથી પણ પેટમાં દુખાવો થઇ શકે છે.

આ સંકેત કહેશે તમારુ પેટ હેલ્ધી છે કે નહીં?  hum dekhenge news

પેટને હેલ્ધી રાખવા અપનાવો આ ટિપ્સ

  • જે પણ ખાઇ રહ્યા છો તે સમજી વિચારીને ખાવ. જમતી વખતે તમારુ ધ્યાન ફક્ત જમવા પર રાખો. સારી રીતે ચાવીને ખાવ
  • જો તમારુ જમવાનું પેટમાં સારી રીતે ડાયજેસ્ટ થઇ જશે તો તમને તકલીફ નહીં થાય, પરંતુ તે માટે જરૂરી છે કે તમે સારી રીતે ચાવીને ખાવ,
  • પેટને હેલ્ધી રાખવા માટે ફાઇબર ફુડનું સેવન કરો. ડાયેટમાં ચોકરયુક્ત આટાસ બદામ, બ્રોકલી, દાળ, સાબુત અનાજ, ફાઇબર વાળા ફ્રુટ્સ, લીલા શાકભાજીનું સેવન વધારો.

આ પણ વાંચોઃ ડેટિંગ બાદ હવે લગ્નના સમાચાર, રાઘવ અને પરિણીતીની જલ્દી જ થઈ શકે છે સગાઈ

Back to top button