ડિફેન્સ એક્સપો માટે અમદાવાદના આ રોડ 18 થી 22 ઓક્ટોબર રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક વ્યવસ્થા


રાજ્યમાં સૌથી મોટો ડિફેન્સ એક્સપો આગામી 18 થી 22 ઓક્ટોબર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાનમાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ અને ઇસ્ટનો પાંચ દિવસ દરમિયાન કેટલાંક કલાકો દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોમે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
શું છે વાહનવ્યવહારની વ્યવસ્થા
આ સાથે એક્સપોમાં આવવા માટે ઇ ટિકીટ રાખવામાં આવી છે. વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ડાઉનલોડ કરી શકાશે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો-2022 નું આયોજન કરાયું હોવાથી 18 થી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટઇસ્ટ અને વેસ્ટનો રસ્તો બંધ રહેશે. આ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બહાર પાડેલા નોટીફિકેશનના મુજબ રિવરફ્રન્ટ વેસ્ટનો રસ્તો બપોરના ત્રણ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે.
આ પણ વાંચો : આ તારીખે અમદાવાદ-ગાંધીનગરની હોટલમાં રૂમ મળવો મુશ્કેલ બનશે, જાણો શું છે કારણ
જેના માટેનો વૈકલ્પિક રસ્તા તરીકે વાહનચાલકોને વાડજ સર્કલથી આશ્રમ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે આઠ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી બંધ રહેશે. જે દરમિયાન વાહનચાલકોએ ડફનાળાથી શાહીબાગ અંડર પાસ થઇને દિલ્હી દરવાજા તેમજ લાલ દરવાજા તરફ આવવાનું રહેશે.
કેવી રીતે ડિફેન્સ એક્સપોમાં મળશે પ્રવેશ
તેમજ જો જ્યારે ડિફેન્સ એક્સપોમાં આવનાર મુલાકાતીઓને ટિકિટ માટે કોઇ ફી ચુકવવી નહી પડે પરંતુ, માત્ર ઇ ટિકીટ દ્વારા જ તમામને પ્રવેશ આપવામાં આવશે. તેમજ ઇ ટિકીટમાં દર્શાવવામાં આવેલા દિવસ અને સમયે જ પ્રદર્શન નિહાળી શકાશે. આ માટે eventreg.in/registration/visitor વેબસાઇટ પરથી ટિકીટ લઇ શકાશે. તેમજ તેમાં દર્શાવવામાં આવેલા QR કોડને સ્કેન કરી શકાશે. આ સાથે આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. તેમજ કોઇપણ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ પણ લઇ જવાની પરવાનગી આપવામાં નથી આવી.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ રોજ બે કલાક બંધ રહેશે, જાણ શું છે કારણ