- વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ ડોક્ટરોની માહિતી મેળવી શકશે
- પ્રેક્ટિશનરોનો ડેટા નેશનલ મેડિકલ રજિસ્ટરમાં અપડેટ થશે
- ડોક્ટર પાસે આઈડી આજીવન હોવું જોઈએ: ડો.એસ.કે.સરીન
દેશમાં પ્રેક્ટિસ કરતા તમામ તબીબી પ્રેક્ટિશનરોએ હવે સ્ટેટ મેડિકલ કાઉન્સિલની સાથે સાથે નેશનલ મેડિકલ કમિશન પર પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. દેશના તમામ તબીબી પ્રેક્ટિશનરો વિશેની માહિતી ડેટા નેશનલ મેડિકલ રજિસ્ટરમાં અપડેટ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના આ રસ્તાઓ બુલેટ ટ્રેન, મેટ્રોરેલ કામના કારણે બંધ
વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ ડોક્ટરોની માહિતી મેળવી શકશે
ડૉક્ટરોએ તબીબી લાયકાત, વિશેષતા, પાસ થવાનું વર્ષ, યુનિવર્સિટી અને સંસ્થાનું નામ જ્યાંથી લાયકાત મેળવી હતી અને કામનું સ્થળ હોસ્પિટલ/સંસ્થાનું નામ જેવી માહિતી પ્રદાન કરવાની રહેશે. કેન્દ્ર દ્વારા જારી કરાયેલા નોટિફ્કિેશન મુજબ, nmcની વેબસાઈટ પર NMR ઉપલબ્ધ હશે અને બધા તેનો ઉપયોગ કરી શકશે. ભારતીય મેડિકલ રજિસ્ટર અથવા સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં નોંધાયેલા તમામ વર્તમાન તબીબી પ્રેક્ટિશનરો, જેમની પાસે રેગ્યુલેશન (મેડિકલ પ્રેક્ટિશનર્સનું રજિસ્ટ્રેશન અને પ્રેક્ટિસ મેડિસિન રેગ્યુલેશન્સ, 2023) મુજબ નોંધણી નંબર નથી તેઓ એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશનના વેબ પોર્ટલમાં અપડેટ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી સંબંધિત બીમારીના ઈમરજન્સી કોલ્સથી દોડધામ
ત્રણ મહિનાના સમયગાળાની અંદર અને વન ટાઈમ નોંધણી નંબર મેળવશે
બોર્ડ (EMRB) આ નિયમનના પ્રકાશનના ત્રણ મહિનાના સમયગાળાની અંદર અને વન ટાઈમ નોંધણી નંબર મેળવશે. જનરેટ થયેલા લાઇસન્સ જારી કરવાની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. આવા મેડિકલ પ્રેક્ટિશનરના લાઇસન્સ અપડેટ કરવાના હેતુસર, EMRB, nmc દ્વારા કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.
સરકારના આ આદેશને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે
જો કે સરકારના આ આદેશને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક ડોકટરોએ આ પગલાંને આવકાર્યું હતું કારણ કે તે દેશમાં પ્રેક્ટિસ કરતા ડોકટરોની એકસમાન માહિતી બનાવવામાં મદદ કરશે. જ્યારે અન્ય કેટલાક લોકો માને છે કે આનાથી કાગળની કામગીરી વધી શકે છે. ઇન્સ્ટિટયૂટ ઓફ્ લિવર એન્ડ બિલીયરી સાયન્સ (ILBS)ના વાઇસ ચાન્સેલર ડૉ. એસ કે સરીને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ પ્રશંસનીય છે. આ દરખાસ્ત 2010માં રજૂ કરવામાં આવી હતી અને એક UID શરૂ કરવાની હતી. ID આજીવન હોવું જોઈએ અને દરેક નવી ડિગ્રી અથવા નૈતિક મુદ્દા તેના પર પ્રતિબિંબિત થવું જોઈએ. અન્ય બાબતોની સાથે, કેન્દ્રીય સૂચના દર પાંચ વર્ષે દવાની પ્રેક્ટિસ કરવા માટેના લાઈસન્સનું નવીનીકરણ પણ ફરજિયાત કરે છે.