યોગેશ પટેલ અને પબુભા માણેકના નામે થયો આ રેકોર્ડ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરાના માંજલપુરના ભાજપના ઉમેદવાર અને દ્વારકામાં પબુભા માણેક બંનેએ વિજય મેળવીને આજે સતત આઠ વખત વિધાનસભામાં જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 1990થી આ બંને મહાનુભાવો જીતતા આવ્યા છે અને યોગેશ પટેલને તો ભાજપે ટીકીટ પણ આપવાનો ઇન્કાર કર્યો હતો પણ તેઓએ જબરી જીદ કરીને ટીકીટ મેળવી હતી અને જીતી પણ બતાવ્યું હતું.
પાટીદાર ઉમેદવારે મેળવ્યા રેકોર્ડ મત
માંજલપુર બેઠક પર વિધાન સભા ચૂંટણીમાં યોગેશ પટેલ રેકોર્ડ આઠમી વખત ચૂંટાયા છે. તેમને આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ 75.85% વોટ્સ મળ્યા હતા, જે તેમના કુલ મતને 1,20,133 સુધી લઈ જાય છે. તેમણે 1,00,754 વોટના માર્જિનથી જીત મેળવી છે.
કોંગ્રેસ છોડીને આવ્યા હતા ભાજપમાં
આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીં 2002 સિવાય ક્યારેય ભાજપે કાઠું કાઢ્યું નથી. જિલ્લામાં 7માંથી 5 બેઠકો પર તો કોંગ્રેસ જીત મેળવે છે. ત્યારે આણંદ વિધાનસભા બેઠક પર ભાજપે 76 વર્ષીય યોગેશભાઈ પટેલને છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણી અગાઉ યોગેશ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં હતા. તેઓને ટિકિટ આપવામાં આવી હતી.
પભુબા માણેક પણ 1990થી જીતતા આવ્યા છે
દ્વારકા મંદિરના પુજારી પરિવાર સાથએ જોડાયેલા પભુબા માણેકે આ વખતે પણ જીતનો દાવો કર્યો હતો. તેઓ 1990થી આજ સુધી એક પણ ચુંટણી હાર્યા નથી. દ્વારકા બેઠક પર છેલ્લા 10 વર્ષથી ભાજપનો કબજો છે.દ્વારકાની શેરીઓમાં મોટા થયેલા પભુબા માણેક અપક્ષ તરીકે ત્રણ ચુંટણીઓ જીત્યા હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં ગયા. ભાજપની ટિકિટ પર તેઓ 2012 અને 2017ની ચુંટણીઓ જીત્યા હતા.
આ પણ વાંચોઃ જામનગરમાં રિવાબા જાડેજાએ જીત બાદ કર્યો રોડ શો, પતિ રવિન્દ્ર જાડેજા પણ જોડાયા