અયોધ્યાપતિ રામની આ રામનવમીએ વિશેષ સુર્ય તિલક વિધી
- રામમંદિર પછીની પ્રથમ રામનવમી ભવ્ય રીતે ઉજવાશે
- બપોરે 12-00 કલાકે સુર્ય તિલક વિધી કરવામાં આવશે
અયોધ્યા, 8 એપ્રિલ: અયોધ્યામાં રામનવમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે આ વખતની રામનવમી ખુબ જ ખાસ છે, જેને લઈને રામ મંદિર ટ્ર્સ્ટ પણ તૈયારીઓને વેગ આપી રહ્યું છે. મંગળવારથી સમગ્ર દેશમાં ચૈત્ર નવરાત્રીની શરુઆત થવા જઈ રહી છે અને 17 એપ્રિલે રામનવમીનો પર્વ મનાવવામાં આવશે. ભગવાન રામના પોતાના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા પછી આ પહેલી રામનવમી આવી રહી છે. એટલા માટે આ રામનવમી વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે ભગવાન રામને 12-00 કલાકે સુર્યના કિરણોથી અભિષેક કરવામાં આવશે. જેનાથી ભગવાનનું મુખ તેજોમય બનશે. આ માટે રામમંદિરના ટ્ર્સ્ટના સંચાલકો દ્રારા ચેન્નઈમાં દેશના વૈજ્ઞાનિકો સાથે બેઠક પણ કરી છે. આ વિધીને વિશેષ બનાવવા માટે તૈયારીના ભાગરૂપે રામમંદિરમાં ઉપકરણો પણ લગાવવામાં આવી રહ્યા છે.
ભગવાન રામની સુર્યતિલક વિધી
500 વર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામનવમી પર્વની ઉજવણી બપોરના 12-00 કલાકે સુર્યનારાયણ દેવ ભગવાન રામના મસ્તિષ્ક પર સુર્યકિરણોથી અભિષેક કરશે, જે 75MMનું હશે. આ વિધી માટે વૈજ્ઞાનિકો દ્વારા આ માટેના ટ્રાયલ પણ કરવામાં આવી રહ્યા છે. ભગવાન રામ સુર્યવંશી હોવાથી જ્યારે રામમંદિરનું નિર્માણ થયું હતું ત્યારે જ રામનવમીની આ યોજના વિશે વિચારાયું હતું. આ માટે રુડકીના વૈજ્ઞાનિક પણ રિસર્ચ કરી ચૂક્યા છે.
વૈજ્ઞાનિકોની વિશેષ તૈયારીઓ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે રામનવમીએ રામલલાના મુખમંડળ પર સુર્યતિલક કરવામાં આવશે. વધુમાં પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે 4 મિનિટ સુધી ભગવાન રામના મુખમંડળ સુર્ય તિલક કરવામાં આવશે. વૈજ્ઞાનિકોએ આ માટે ટ્રાયલ પણ ચાલુ કર્યા છે. આ માટે વૈજ્ઞાનિકોએ ફિઝીક્સના ઓપ્ટોમિકેનિકલનો પ્રયોગ કરી રહ્યા છે. સૂર્યના કિરણો ત્રીજા ફલોર પર લગાવેલા દર્પણો અને ત્રણ લેન્સ ઉપરાંત અન્ય બે મિરર પર પસાર થશે, જ્યાંથી સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર લાસ્ટ મિરર પર પડશે. જેનાથી રામભગવાન મસ્તિષ્ક પર સુર્યકિરણનું તિલક લગાવવામાં આવશે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિ પર કરો સરળ વિધિથી કળશ સ્થાપના, સવારે 6.02થી શુભ મુહૂર્ત