સ્ટ્રેસ અને તણાવને દુર કરવા કરશે આ પ્રેશર પોઇન્ટઃ જાદુઇ અસર થશે
- આજના સમયમાં લોકો ઓવરથિંકિંગ વધુ કરવા લાગ્યા છે
- ફાસ્ટ લાઇફમાં હ્રદયને લગતા રોગોનું પ્રમાણ વધ્યુ છે
- પ્રેશર પોઇન્ટ તમારો સ્ટ્રેસ દુર કરી શકે છે
આજકાલની લાઇફમાં ચિંતા અને તણાવ ખૂબ જ કોમન થઇ ગયા છે. ઘણા બધા લોકો સ્ટ્રેસ અને એંગ્ઝાઇટીના શિકાર બની રહ્યા છે. આ કારણે ઘણી વખત બેચેની અને ગભરામણ થવા લાગે છે. એટલુ જ નહીં આ ગભરામણ અને બેચેનીના કારણે ઘણી વખત દિલમાં દર્દ જેવુ પણ લાગે છે. જે હાર્ટ એટેકનું પહેલુ લક્ષણ છે. જો તમે સ્ટ્રેસ અને તણાવ સામે લડી રહ્યા હો અને કોઇ પણ સમયે ઓવરથિંકિંગ કરી રહ્યા હો તો તાત્કાલિક આ ત્રણ પ્રેશર પોઇન્ટને દબાવો. તેનાથી તમને બેચેની, ગભરામણ અને સ્ટ્રેસ દુર કરવામાં મદદ મળશે.
3 પ્રેશર પોઇન્ટ જે સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીને ભગાડવામાં મદદ કરશે
ગવર્નિંગ વેસલ 20 કે GV 20
એક્યુપ્રેશરના આ પોઇન્ટને દબાવવાથી સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીના કારણે થતા માથાના દુખાવામાં રાહત મળે છે. સ્ટ્રેસથી બચવા માટે આ એક્યુપ્રેશર પોઇન્ટને દબાવો. આ પ્રેશર પોઇન્ટ માથાની બરાબર વચ્ચે છે. તેને શોધવા માટે બંને કાનની ઉપર બિલકુલ સીધા માથામાં આંગળીઓને લઇ જાવ અને બંને આંગળીઓ જે જગ્યાએ મળે ત્યાં પ્રેશર પોઇન્ટ હશે. માથાની એ બરાબર વચ્ચેની જગ્યાએ આંગળીઓની મદદથી પ્રેશર આપો.
આ સમસ્યાઓ થશે દુર
ઘણી વખત વધુ પડતુ વિચારવાના કારણે સ્ટ્રેસ આવે છે અને લોકો અનિંદ્રાનો શિકાર થાય છે. આ પ્રેશર પોઇન્ટ દબાવવાથી ઓવરથિંકિંગ રોકવામાં મદદ મળે છે. જેનાથી સ્ટ્રેસ દુર થાય છે અને ઉંધ પણ સારી આવે છે.
છાતીની વચ્ચેનો એક્યુપ્રેશર પોઇન્ટ
તણાવ અને ચિંતાના કારણે ઘણી વખત છાતીમાં દુખાવો અનુભવાય છે. સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે. આ સમયે છાતીની વચ્ચોવચ આવેલો પ્રેશર પોઇન્ટ દબાવવાથી રાહત મળે છે. આ કારણે શ્વાસ લેવામાં મદદ મળે છે અને છાતીનો દુખાવો દુર થાય છે. આ પ્રેશર પોઇન્ટને કોન્સેપ્શન વેસલ 17 કહેવાય છે. આ પ્રેશર પોઇન્ટને દબાવતા ઉંડો શ્વાસ લો. લગભગ 20-30 સેકન્ડ સુધી તેને દબાવી રાખવાથી રાહત અનુભવાય છે.
હથેળીની નીચે આવેલો પ્રેશર પોઇન્ટ
સ્ટ્રેસ અને તણાવ દુર કરવા માટે ત્રીજો એક્યુપ્રેશર પોઇન્ટ હાથમાં હથેળીઓની નીચે છે. રિંગ ફિંગર અને નાની આંગળી વચ્ચે બિલકુલ નીચે કાંડાની અંદર વાળા ભાગમાં પ્રેશર પોઇન્ટ હોય છે. તેને અંગુઠાની મદદથી દબાવવાથી સ્ટ્રેસ દુર થાય છે તે હાર્ટ પ્રેશર હોય છે. તેને દબાવવાથી ગભરામણમાં ચાલતા તેજ શ્વાસમાં આરામ મળે છે. બંને હાથમાં આ પ્રેશર પોઇન્ટને અંગુઠાની મદદથી હળવાશથી દબાવો અને ઉંડા શ્વાસ લો. તે ચિંતા, તણાવમાં થતી બેચેની, ગભરામણ, અનિંદ્રા દુર કરે છે.
આ પણ વાંચોઃ બાળકો સાથે પિકનિક મનાવવાના આ છે ફાયદાઃ તમે પણ લો લાભ