સ્પોર્ટસ

વર્લ્ડ કપમાં આ ખેલાડી સૌથી મહત્વનો સાબિત થશે!, જાણો કોણ છે સ્ટાર આ ઓલરાઉન્ડર

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમની વર્લ્ડ કપની તૈયારીઓને લઈને પ્રશ્નો થઇ રહ્યા છે. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં ભારતની કેટલીક નબળાઈઓ સામે આવી છે. આ બધાની વચ્ચે ભારતીય ટીમ માટે સૌથી સકારાત્મક બાબત હાર્દિક પંડ્યાનું પ્રદર્શન રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક વનડેમાં આ ઓલરાઉન્ડરે જે રીતે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મહત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે.

ચેન્નાઈમાં ગઈકાલે (22 માર્ચ) રમાયેલ મેચમાં, હાર્દિક પંડ્યાએ શરૂઆતમાં બોલ સાથે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પછી બેટિંગમાં પણ કમાલ કરીને ભારતીય ટીમને જીત તરફ લઈ જતો જોવા મળ્યો. હાર્દિકે આ મેચમાં 8 ઓવર ફેંકી હતી અને 44 રન આપીને 3 વિકેટ લીધી હતી ઉપરાંત બેટિંગમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં 100ની સ્ટ્રાઈકરેટથી 40 બોલમાં ઝડપી 40 રન બનાવ્યા.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા T20 ફોર્મેટમાં 4000થી વધુ રન અને 100થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો

શમી અને સિરાજ ફ્લોપ

ચેન્નાઈમાં રમાયેલ વનડેમાં જ્યારે ભારતીય ટીમ બેકફૂટ પર જોવા મળી, ત્યારે આ ઓલરાઉન્ડરે પોતાની ટીમને મેચમાં વાપસી કરાવી હતી. મેચની શરૂઆતમાં, જ્યારે ટ્રેવિડ હેડ અને મિશેલ માર્શની ઓપનિંગ જોડી 10 ઓવરમાં 60થી વધુ રન બનાવ્યા બાદ સંપૂર્ણ રીતે સેટ દેખાતી હતી, ત્યારે કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને બોલ સોંપ્યો અને તેણે 5માં બોલ પર જ આ ઓપનીંગ જોડીને તોડી હતી. તેણે ખાસ સ્ટ્રેટેજી સાથે બોલિંગ કરી અને ટ્રેવિસ હેડને તે જ બાજુએ શોટ મારવા મજબુર કર્યો જ્યાં ફિલ્ડર પહેલેથી હાજર હતો.

આ પણ વાંચો : હાર્દિક-નતાશા સ્ટેનકોવિક લગ્ન: હાર્દિક પંડ્યા-નતાશાના લગ્નની પ્રથમ તસ્વીર આવી સામે

બેક ટુ બેક ત્રણ વિકેટ

ઓસ્ટ્રેલિયાની સારી શરૂઆત બાદ ટ્રેવિસ હેડને 33 રને પેવેલિયનમાં મોકલ્યા બાદ હાર્દિક પંડ્યાએ બીજી જ ઓવરમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો. સ્મિથ હાર્દિકનો બોલ સમજી શક્યો ન હતો અને વિકેટ પાછળ કેચ આપી દીધો હતો. હાર્દિક અહીં જ અટક્યો નથી. પોતાની ત્રીજી ઓવરમાં તેણે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર મિશેલ માર્શને પણ આઉટ કર્યો હતો. હાર્દિકે મિશેલ માર્શ 47 રને સીધા સ્ટમ્પ વેરવિખેર કર્યા હતા. આ રીતે હાર્દિકે 17 રનની અંદર કાંગારૂ ટીમના ટોપ ઓર્ડરને ધરાસઈ કરી અને ભારતીય ટીમને વાપસી કરાઈ હતી.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાના ટ્વિટ પર પાકિસ્તાની એક્ટ્રેસે ઉડાવી ભારતીય ટીમની મજાક

ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવી દીધી હતી

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં 270 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમે 151 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે હાર્દિક બેટિંગ કરવા પીચ પર આવ્યો હતો. કોહલી જ્યારે પેવેલિયન પરત ફર્યો ત્યારે તેણે કોહલી સાથે 34 રન જોડ્યા હતા. બીજા જ બોલ પર સૂર્યકુમાર યાદવ ફરી પહેલા જ બોલે શૂન્ય પર ક્લીન બોલ્ડ થયો હતો. જેથી ભારતીય ટીમ પર ભારે દબાણ આવ્યું હતું. ભારતીય ટીમને હવે 88 બોલમાં 85 રનની જરૂર હતી અને તમામ ટોપ-6 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઇ ગયા હતા. અહીંથી હાર્દિકે સારુ પ્રદર્શન કરી ઝડપી રમત બતાવીને ભારતીય ટીમ પરનું દબાણ ઓછું કર્યું. જોકે મોટા શોટ રમવામાં તે એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. જ્યારે તે આઉટ થયો ત્યારે ભારતીય ટીમને માત્ર 52 રનની જરૂર હતી.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરના પ્લાન વિશે જણાવી આ વાત

હાર્દિક સંકટ સમયની સાંકળ

T20 ક્રિકેટમાં, હાર્દિક પહેલાથી પોતાનું શાનદાર પ્રદર્શન બતાવીને બધાના દિલ જીતી ચુક્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વનડેમાં તેણે ઓલરાઉન્ડર તરીકે જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું તે જોતા એ તો સાબિત થાય છે કે ભારતીય ટીમને ODI ક્રિકેટમાં પણ તેની ખૂબ જરૂર પડશે. હાર્દિક મોટી મેચોનો ખેલાડી છે અને તેનું શાનદાર પ્રદર્શન મોટાભાગે એવી પરિસ્થિતિમાં થાય છે કે જ્યારે ભારતીય ટીમ સંકટમાં હોય. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તે વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

Back to top button