સતપુરાની રાણી કહેવાતી આ જગ્યા છે એપ્રિલ-મેમાં ફરવા માટે બેસ્ટ
- આ જગ્યાને સતપુરાની રાણી કહેવામાં આવે છે. તે ભારતના મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને બ્રિટિશ રાજના સમયથી એક છાવણી છે. એપ્રિલ કે મે મહિનામાં ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.
જો તમે એપ્રિલ કે મેમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બે-ત્રણ દિવસ ફ્રેશ થવા માંગો છો, તો તમે આ જગ્યાની પસંદગી કરી શકો છો. તમારે વધારે દૂર જવાની કે વધુ પડતું વિચારવાની જરૂર નથી. આ જગ્યાને સતપુરાની રાણી કહેવામાં આવે છે. તે ભારતના મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને બ્રિટિશ રાજના સમયથી એક છાવણી છે. અહીં ફરવા માટે ઘણી અલગ-અલગ જગ્યાઓ છે. તેના વિશે વિગતવાર જાણો.
પચમઢીને કહેવાય છે સતપુરાની રાણી
આ જગ્યાને સતપુરાની રાણી કહેવામાં આવે છે. તે 1067 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તે પોતાના કુદરતી સૌંદર્યને કારણે લોકોને ખુશ કરી શકે છે. અહીં જંગલો, પર્વતો અને ઝરણાં છે. આ ઉપરાંત, તે પચમઢી બાયોસ્ફીયર રિઝર્વમાં આવે છે, અહીં તમે સુંદર અને વિવિધ પ્રકારના પક્ષીઓ, ઘણા પ્રાણીઓ જોઈ શકો છો અને ઘણાં સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.
પચમઢીમાં જોવાલાયક સ્થળો
1. સતપુરા નેશનલ પાર્ક
સતપુરા પચમઢીમાં જ છે, તમે ત્યાં ફરવા જઈ શકો છો. સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન હોશંગાબાદમાં આવેલું છે અને તે તેની ઉત્કૃષ્ટ વનસ્પતિઓ, વરસાદી પાણીના વેલા અને પ્રાણીસૃષ્ટિ માટે પ્રખ્યાત છે, અહીં વાઘ, કાળા હરણ, સ્લોથ રીંછ, ચિત્તો, ઢોલ અને વિશાળ ખિસકોલીઓ જોવાનો લહાવો મળી શકે છે.
2. ગણેશ્વર
ગણેશ્વર આ ક્ષેત્રનું એક ખાસ પર્યટક આકર્ષણ અને લોકપ્રિય પિકનિક સ્થળોમાંથી એક છે. અહીં લગભગ ચાર હજાર વર્ષ પહેલાં વિકસેલી સંસ્કૃતિના અવશેષો પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
3. અપ્સરા વિહાર અને બી ફોલ્સ
અહીં તમે અપ્સરા વિહાર અને બી ફોલ્સમાં ફરી શકો છો. આ જગ્યા પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. અહીં પાણીના ઝરણાં છે જ્યાં તમે આરામથી ફરી શકો છો. તો બસ આ એપ્રિલ-મે મહિનામાં પ્લાન કરો અને આ જગ્યાઓની મુલાકાત લો જે ખૂબ જ રોમાંચ આપશે.
આ પણ વાંચોઃ ઓસ્કરના ઓફિશિયલ પેજ પર દીપિકાનું ‘દીવાની મસ્તાની’ ગીત ફીચર કરાયું, રણવીરે કર્યું રિએક્ટ