ડોક્ટરોને વિદેશ પ્રવાસ કરાવનારી આ ફાર્મા કંપનીને ફટકાર, જાણો શું છે મામલો?

- કુલ 30 ડોક્ટરોમાંથી 24 પેરિસ ગયા, જ્યારે 6 ડોક્ટર મોનાકો ગયા હતા
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: ફાર્મા વિભાગે મલ્ટિનેશનલ કંપની AbbVie Healthcareને યુનિફોર્મ કોડનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર લગાવી છે. કંપનીએ 30 ડૉક્ટરોને એન્ટિ-એજિંગ પ્રોડક્ટ્સ બોટોક્સ અને જુવેડર્મ પર વધુ સારી જાણકારી મેળવવા પેરિસ અને મોનાકો પ્રેક્ટિસ માટે લઈ ગઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ફાર્મા વિભાગે ટેક્સ સત્તાવાળાઓને કંપની અને ડૉક્ટરોની જવાબદારીનું મૂલ્યાંકન કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે, કુલ 30 ડોક્ટરોમાંથી 24 પેરિસ ગયા હતા જ્યારે 6 ડોક્ટર મોનાકો ગયા હતા.
UCPMP માર્ગદર્શિકા હેઠળ કંપનીઓ ડોકટરોને ટ્રાવેલ પર લઈ જઈ શકતી નથી
ફાર્મા વિભાગે નેશનલ મેડિકલ કમિશનને પણ ડોક્ટરો સામે પ્રોફેશનલ મિસકંડક્ટના મામલામાં કાર્યવાહી કરવા માટે કહ્યું છે. UCPMP માર્ગદર્શિકા અનુસાર, ફાર્માસ્યુટિકલ કંપનીઓ કોઈપણ હેલ્થકેર પ્રોફેશનલ્સને ટ્રાવેલ તથા હોસ્પિટાલિટી ઓફર કરી શકતી નથી. વિભાગે આ મામલે એક ઓડિટ હાથ ધર્યું હતું, જે મુજબ અમેરિકન ફાર્મા કંપની AbbVie Incની પેટાકંપની AbbVie હેલ્થકેર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ટ્રાવેલ ટિકિટ અને ડોકટરો માટે હોટલમાં રહેવા પર 1.9 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
એપેક્સ કમિટીના ઇન્વેસ્ટીગેટર્સ કંપનીની વાતોથી સંતુષ્ટ ન થયા
ફાર્મા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, AbbVie હેલ્થકેરે ડોક્ટરોને વિદેશ પ્રવાસ પર લઈ જવાને એક્સેપ્ટેબલ ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ તરીકે યોગ્ય ઠેરવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેણે ડોકટરોને તેમની સેવાઓના બદલામાં વળતર આપવા માટે એક પ્રોફેશનલ સર્વિસ એગ્રીમેન્ટ કર્યો હતો, પરંતુ ફાર્મા વિભાગ હેઠળ કામ કરતી ફાર્મા માર્કેટિંગ પ્રેક્ટિસની સર્વોચ્ચ સમિતિના ઇન્વેસ્ટીગેટર્સ કંપનીના આ નિવેદનોથી સંતુષ્ટ ન થયા.
કંપનીએ પ્રસ્તાવ માનવાનો ઇનકાર કરી દીધો હતો
ઇન્વેસ્ટીગેટર્સે કંપનીને સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા વંચિત દર્દીઓને થયેલા ઉલ્લંઘનની સમકક્ષ સહાય પૂરી પાડવા માટે કહ્યું હતું. કંપનીએ 10 ડિસેમ્બરે સમિતિના આ પ્રસ્તાવને માનવાનો ઇનકાર કરી દીધો હતો, જેના પગલે ફાર્મા વિભાગે ઉલ્લંઘનને કારણે કંપનીની ટેક્સ જવાબદારીનું મૂલ્યાંકન કરવા માટે આદેશ જારી કર્યો હતો.
આ પણ જૂઓ: મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, ઉદ્ધવ ઠાકરેએ MVAનો સાથ છોડ્યો; એકલા લડશે ચૂંટણી