કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને આ વ્યક્તિએ આપી ચેલેન્જ !

Text To Speech

દેશભરમાં બહુચર્ચિત એવા બાગેશ્વર ધામ સરકાર નામથી જાણીતા બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરત અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો છે. આ દરબારમાં લાખોની સંખ્યામા ભક્તો આવી શકે તેવુ અનુમાન લગાવવામા આવી રહ્યું છે. ત્યારે સતત વિવાદોમાં રહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને રાજકોટના પુરષોત્તમ પીપરિયાએ ખુલ્લી ચેલેન્જ આપી છે. પુરષોત્તમ પીપરિયાએ બાબાને કહ્યું છે કે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જણાવી દે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણા ઇશારે આવે છે તો પાંચ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : ‘બાગેશ્વર બાબા’ આવશે ગુજરાત, જાણો ક્યા અને ક્યારે ભરાશે દરબાર ?

ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળમાં જ બધુ લખી તેમની પાસે આવતા ભક્તોનું દુખ દૂર કરતાં હોવાનો દાવો કરે છે ત્યારે રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાય તે પહેલા જ પુરષોત્તમ પીપરિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે. બાગેશ્વર ધામ સરકારના નામથી સમગ્ર દેશમાં પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ કાર્યક્રમની તારીખો સામે આવી છે. જે મુજબ આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર ભરાશે. હવે આગામી સમયમાં બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પુરષોત્તમ પિપલીયાને જવાબ આપે છે કેમ તે ચર્ચાએ જોર પકડયું છે.

Back to top button