ગરમીથી રાહત મેળવવા આ વ્યક્તિએ કરી અનોખી યુક્તિ! અમિતાભ બચ્ચને શેર કર્યો ફની વીડિયો


બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તે અલગ-અલગ પોસ્ટ સોશિયલ મિડિયા પર કરતા રહે છે. હવે અમિતાભે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈક એવું શેર કર્યું છે જેને જોઈને ચાહકો પોતાનું હસવાનું રોકી શક્યા નથી. વાસ્તવમાં અમિતાભ બચ્ચને એક અતરંગી પોલીસકર્મીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં એક પોલીસમેન કંઈક અજીબ હરકતો કરતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
અમિતાભ બચ્ચને શેર કરેલા વીડિયોમાં એક પોલીસકર્મી હાથમાં સફેદ બેગ લઈને ચાલી રહ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે તે પોતાની ચોટી કંઈક એવી રીતે ગોળ-ગોળ ફેરવી રહ્યો છે કે જાણે કે તેના માથામાં પંખો ફરી રહ્યો હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ધોમ-ધખતા તડકાની કાળઝાળ ગરમીમાં આ શખ્સ ખુબ જ ઝડપથી ચાલી રહ્યો છે. અમિતાભ બચ્ચને આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, દિવસભરની ગરમીમાં, ઠંડક મેળવવા માટે તે(પોલીસમેન) પોતાનો પંખો જાતે ઉપાડીને ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: એક્ટર્સ પર ભડક્યા સિંગર કુમાર સાનુ, જાણો શું કહ્યુ તેમણે?