ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીઓની વોટબેંક આ પક્ષ ખેંચી જશે!
ગુજરાતમાં પ્રથમ તબક્કા હેઠળ જે 89 બેઠક પર 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. તેમાંથી 35 બેઠક દક્ષિણ ગુજરાતના જિલ્લા ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારીમાં છે. જેમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પડકાર અને વિવિધ સરકારી પરિયોજનાઓ વિરૂદ્ધ સ્થાનિક આદિવાસીઓના પ્રદર્શનને કારણે સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણીનો કમાભાઇએ રંગ જમાવ્યો જુઓ Video
ભાજપે સુરત જિલ્લામાં 16 વિધાનસભા બેઠકમાંથી 15 પર કબજો જમાવ્યો
સુરતમાં કાપડના વેપારી પણ GST લગાવવા વિરૂદ્ધ હતા પરંતુ તેમ છતા ભાજપે સુરત જિલ્લામાં 16 વિધાનસભા બેઠકમાંથી 15 પર કબજો જમાવ્યો હતો. જેમાં પાટીદાર વસ્તી ધરાવતા વરાછા, કામરેજ અને કતારગામ બેઠક સામેલ છે. તે માત્ર આદિવાસી વસ્તી ધરાવતા માંડવી પર જીત મેળવી શક્યા નહતા. અરવિંદ કેજરીવાલની આગેવાની ધરાવતી આપના આક્રમક પ્રચાર અભિયાન તથા ગત વર્ષે સુરત મહાનગરપાલિકામાં સારૂ પ્રદર્શન કરવાને કારણે આ વખતે મુકાબલો ફરી રસપ્રદ બની ગયો છે. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 27 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસનું ખાતુ પણ ખુલી શક્યુ નહતુ.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ
કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 8 અને 2 બેઠક જીતી
ભાજપે 2017માં આ 35 બેઠકમાંથી 25 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 8 અને 2 બેઠક જીતી હતી. આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત 14 બેઠકમાંથી ભાજપ માત્ર 5 બેઠક પર જ જીત મેળવી શકી હતી. આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં હજુ પણ ભાજપને નબળી કડી માનવામાં આવે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં શહેરી મતદાર 2017માં પાર્ટી સાથે ઉભા રહ્યા હતા. 2015માં સુરત હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું અને ત્યા મોટા પાયે હિંસા થઇ હતી.
આ પણ વાંચો: અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ
પાટીદાર સમાજના સમર્થનથી ઘણો ફરક પડશે
આમ આદમી પાર્ટીએ વરાછા બેઠક પર હાર્દિક પટેલની નજીક રહેલા અલ્પેશ કથીરિયાને ઉમેદવાર બનાવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતીના એક અન્ય નેતા ધાર્મિક માલવીયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીને વિશ્વાસ છે કે પાટીદાર સમાજના સમર્થનથી ઘણો ફરક પડશે.