ગુજરાતટોપ ન્યૂઝ

એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશનમાં વપરાતો આ પાર્ટ હવે ગુજરાતમાં બનશે

Text To Speech

એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું ઉત્પાદન આગામી દિવસોમાં ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સંદર્ભમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઇન્ડીયા પ્રા.લિ પોતાનો આ કોપર ટ્યુબ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે જે સંભવતઃ જાન્યુઆરી 2024માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ : વિદેશ મોકલવાના નામે 49 લાખ પડાવી એજન્ટ ફરાર
ગુજરાત - Humdekhengenewsવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરતો આ કોપર ટ્યુબ ઉત્પાદન પ્લાન્ટ ભારત અને ગુજરાતમાં પ્રથમવાર શરૂ થશે. કેન્દ્ર સરકારે કોપર ટ્યુબ ઉત્પાદનને દેશમાં જ પ્રમોટ કરવા આપેલા પ્રોત્સાહનોને પગલે આ સૂચિત પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. ફિફથ જનરેશનના કોપર ટ્યુબના નિર્માણથી ભવિષ્યમાં ઉપકરણોના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આ સૂચિત પ્લાન્ટ મદદરૂપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ સૂચિત પ્લાન્ટ શરૂ કરવા માટેની યોગ્ય જરૂરી મદદ રાજ્ય સરકાર કરશે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ

મેટટ્યુબ કોપર ઇન્ડીયાના ચેરમેન અપૂર્વ બાગરીએ કહ્યું કે, તેઓ મલેશિયામાં એક મોટો પ્લાન્ટ ચલાવે છે. ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યુબના ઉત્પાદનનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડકલાસ એપ્લાયન્સ મેન્યૂફેકચરીંગ કરતા ઉત્પાદકો કરે છે. હવે કોપર ટ્યુબનો સૂચિત પ્રોજેક્ટ શરૂ કરવા તેઓએ ગુજરાતના સાણંદ પર પસંદગી ઉતારી છે. આ સૂચિત પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઇકો સિસ્ટમ દ્વારા અંદાજે 1500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળતી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તથા મેટડીસ્ટ ગૃપના અધ્યક્ષ અપૂર્વ બાગરી એ આ MoU ની પરસ્પર આપ-લે કરી હતી.

Back to top button