આ ‘પાકિસ્તાની’ ક્રિકેટરનું મેદાન પર જ થયું મૃત્યુ, જાણો કેવી રીતે થયો અકસ્માત


ઓસ્ટ્રેલિયા, 17 માર્ચ : દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ સમયે ભીષણ ગરમીથી પાકિસ્તાની મૂળના ખેલાડી જુનૈદ ઝફર બેટિંગ દરમિયાન જમીન પર પડી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ દુ:ખદ ઘટના એડિલેડના કોનકોર્ડિયા કોલેજ ઓવલમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી.
બેટિંગ કરતી વખતે અચાનક પીચ પર પડી ગયા
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ કોનકોર્ડિયા કોલેજમાં ભારે ગરમી વચ્ચે મેચ રમાઈ રહી હતી. જુનૈદ ઝફર ઓલ્ડ કોનકોર્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ સામેની આ મેચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. 40 વર્ષીય જુનૈદ ઝફર સાંજે 4 વાગ્યાની આસપાસ બેટિંગ કરતી વખતે અચાનક પીચ પર પડી ગયા. મેદાન પર ખેલાડી બેભાન થઈ જતાં તેને અન્ય ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર દ્વારા હોસ્પિટલ લઈ ગયા. મેડિકલ ટીમે તેમને CPR આપ્યા છતાં ન બચાવી શકાયો. આ મેચમાં બેટિંગ દરમિયાન જુનૈદ ૩૭ બોલમાં ૧૬ રન બનાવીને રમી રહ્યો હતો.
ગરમી બની જુનૈદના મૃત્યુનું કારણ
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મેચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. જુનૈદે પહેલી 40 ઓવર ફિલ્ડિંગ કરી અને પછી બેટિંગ કરવા આવ્યો. જુનૈદ પાકિસ્તાનનો છે પણ રોજગારની શોધમાં 2013 માં ઓસ્ટ્રેલિયાના એડિલેડ આવ્યો હતો.
Deeply saddened by the tragic passing of young Pakistani-Australian Junaid Zafar Khan while playing cricket. May Allah SWT rest him in eternal peace and give strength to his family in this difficult time. Indeed, to Allah SWT we belong, and to Him we all shall return. pic.twitter.com/84o0zxXU30
— Zahid Hafeez Chaudhri (@Zhchaudhri) March 16, 2025
ક્લબે શોક વ્યક્ત કર્યો
ક્રિકેટ ક્લબે ક્રિકેટરના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, જુનૈદ ઝફરના આકસ્મિત મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. તબીબી ટીમે તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ કમનસીબે તેમને બચાવી ન શકાયા. તેમના પરિવાર અને ફેન્સ પ્રત્યે સંવેદના.
૨૦ હજાર કમાતા લોકો પણ ખરીદી શકે છે આ કાર! આ 4 મોડેલ છે સૌથી સસ્તા
કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં