ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

રસોડામાં ઉપયોગમાં લેવાતુ આ તેલ છે ધીમુ ઝેરઃ કયુ તેલ સારુ?

  • કિચનમાં  ઉપયોગમાં લેવાતા કેટલાક તેલ તમારી હેલ્થને નુકશાન કરી શકે છે
  • તેલના ઉપયોગથી તમે કોલેસ્ટ્રોલ, હાર્ટ સંબંધિત સમસ્યાઓ, બ્લડ પ્રેશરનો શિકાર બનો છો
  • રસોડામાં કયા તેલનો ઉપયોગ કરવો સૌથી સારો?

આજના સમયમાં લોકો રસોડામાં જાતજાતના તેલનો ઉપયોગ કરવા લાગ્યા છે. આજકાલ સોયાબીન ઓઇલ (soybean oil)નો ઉપયોગ પણ સામાન્ય બન્યો છે. ઘણા લોકો શાક બનાવવાથી લઇને પુરી તળવા સુધી દરેક વસ્તુમાં સોયાબીન ઓઇલનો ઉપયોગ કરી રહ્યા છે. શું તમે જાણો છો કે કિચનમાં આટલી માત્રામાં ઉપયોગમાં લેવાતા આ તેલ તમારી હેલ્થને નુકશાન કરી શકે છે. આ ઓઇલ તમારી હેલ્થ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. સોયાબીન ઓઇલ સ્લો પોઇઝન સમાન છે. તે ધીમે ધીમે તમારી હેલ્થને નુકશાન પહોંચાડી શકે છે. સોયાબીન તેલના ઉપયોગથી તમે કોલેસ્ટ્રોલ, હાર્ટ સંબંધિત સમસ્યાઓ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બિમારીઓનો શિકાર બનો છો. કિચનમાં તમે કયા તેલનો ઉપયોગ કરશો તો તે હાનિકારક નહીં હોય?

રસોડામાં ઉપયોગમાં લેવાતુ આ તેલ છે ધીમુ ઝેરઃ કયુ તેલ સારુ? hum dekhenge news

સોયાબિન ઓઇલ પર થયુ રિસર્ચ

કેલિફોર્નિયા યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ સોયાબીન ઓઇલથી થતા નુકશાન અંગે જણાવ્યુ છે. આ રિસર્ચ દરમિયાન સાબિત થયુ કે સોયાબીન તેલથી ભરપુર ડાયટમાં હેલ્ધી બેક્ટેરિયા ઓછા અને હાનિકારક બેક્ટેરિયા વધુ હોય છે. આ બેક્ટેરિયા આગળ જતા ઇન્ફ્લેમેટ્રી બાઉલ ડિસીઝ અને કોલાઇટિસનું કારણ બને છે.

રસોડામાં ઉપયોગમાં લેવાતુ આ તેલ છે ધીમુ ઝેરઃ કયુ તેલ સારુ? hum dekhenge news

કેમ હોય છે ખતરનાક?

નિષ્ણાતો કહે છે કે સોયાબીન તેલમાં લિનોલિક એસિડ હોય છે, જે આપણી હેલ્થને નુકશાન પહોંચાડે છે. કોઇ પણ વ્યક્તિ 1થી 2 ટકા લિનોલિક એસિડનું સેવન કરી શકે છે, પરંતુ સોયાબીન તેલમાં તેની માત્રા વધુ હોય છે. તેના લીધે તમારા માઇક્રોબાયોમ પર ખરાબ અસર પડે છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે સોયાબીન તેલ ખાવાથી મેદસ્વીતા, ડાયાબિટીસ, ઓટિઝમ, અલ્ઝાઇમર, ડિપ્રેશન જેવી સમસ્યાઓ થાય છે.

રસોડામાં ઉપયોગમાં લેવાતુ આ તેલ છે ધીમુ ઝેરઃ કયુ તેલ સારુ?

રસોડામાં વાપરો આ તેલ

જો નિષ્ણાતોની વાત માનીએ તો સેચ્યુરેટેડ ફેટ શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. રસોડામાં હંમેશા એજ તેલનો ઉપયોગ કરવો જોઇએ, જેમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય. જેમકે ઓલિવ ઓઇલ. ઓલિવ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટ ઓછી હોય છે. તે હેલ્થ માટે ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તમે સરસવનું તેલ પણ વાપરી શકો છો. તેમાં કદાચ સ્મેલ આવે તેવુ બને, પરંતુ તે તમારી હેલ્થને નુકશાન પહોંચાડતા નથી. એ વાતનું પણ ધ્યાન રાખો કે જમવાનું બનાવવામાં કોઇ પણ રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ન કરવો જોઇએ.

આ પણ વાંચોઃ થોડી એક્સર્સાઇઝથી થાકી જતા હો તો ખાવ આ સ્ટેમિના વધારતા ફુડ

Back to top button