સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા હોય તો આ સમાચાર છે ખાસ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જેમાં નાતાલ રજાઓમાં 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે. ત્યારે આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દિવાળી વેકેશનમાં આવેલા પ્રવાસીઓનો પણ રેકોર્ડ તોટી ગયો છે. શિયાળાની મસ્ત ઠંડી અને બાળકોનું મીની વેકેશન બે એક સાથે આવતા પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં જતા લોકોની રવિવારની રજા જાણે સજામાં ફેરવાઈ
ટેન્ટ સીટી સહીતનું બુકીંગ ફુલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ
સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામથી ઉજવાય છે. ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કર્યું છે. ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહીતનું બુકીંગ ફુલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા છે.
આ પણ વાંચો: સુરત: કારીગરે રૂપિયાની લેતી-દેતીમાં 3 માલિકોની હત્યા કરી, જુઓ વીડિયો
રાજપીપળા એસટી ડેપોની 30 બસો પણ મુકવામાં આવી
આજે 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે. જેમાં SOU સત્તામંડળ દ્વારા રાજપીપળા એસટી ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે. સાથે આવનારી 31 ડિસેમ્બરના રોજ પણ મોટી સંખ્યામાં પ્રવસીઓ આવશે જેન લઈ તંત્ર સજ્જ થયું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ અદભુત વાતાવરણમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. સાથે નર્મદા જિલ્લાના જંગલો હોવાથી શિયાળામાં ગુલાબી ઠંડીમાં જંગલ સફારી તેમજ અન્ય સ્થળે પ્રવાસીઓએ મજા માણી છે. આજે નાતાલની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.