સમગ્ર રાજયની નગરપાલિકા દેવદાર બની રહી છે. જેમાં ભુજ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. પીજીવીસીએલ વિભાગનું ભુજ પાલિકા પર 33 કરોડનું વીજ બીલ બાકી છે. તથા પાલિકાની સ્થિતિ એટલી હદે ડામાડોળ થઈ છે કે પાલિકા પોતાનું વીજબિલ ભરવા માટે સક્ષમ નથી.
આ પણ વાંચો: ગુજરાત: હ્યુમન પેપિલોમા વાયરસથી મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ વધતા ચકચાર
પાલિકા દ્વારા હવે માત્ર એક સૌર ઉર્જાનો વિકલ્પ
ભુજ નગરપાલિકા દેવાના બોજ તળે દટાયેલી છે. પાલિકા પર લેણું વધી રહ્યું છે. જેના કારણે ભુજ પાલિકા દેવાદાર બની છે. ભુજ નગરપાલિકા પાસે પીજીવીસીએલ વિભાગનું 33 કરોડ રૂપિયાનું બીલ બાકી બોલી રહ્યું છે. પાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બીલ નહિ ભરતા પાલિકા પર વીજબીલનું લેણું વધી રહ્યું છે. પાલિકા પોતાનું વીજ બિલ ભરવા માટે સક્ષમ નથી.આવી સ્થિતિમાં પાલિકા દ્વારા હવે માત્ર એક સૌર ઉર્જાનો વિકલ્પ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં ઉધરસ મટાડવા શ્રદ્ધાળુઓ રાખે છે ગાંઠિયાના પ્રસાદની બાધા
પીજીવીસીએલ વિભાગે નોટિસ ફટકારી પોતાનું બાકી લેણું ભરવા માટે અપીલ કરી
પાલિકા દ્વારા સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવેતો પાલિકાને વીજ બિલની સમસ્યામાંથી રાહત મળી શકે તેમ છે. અન્ય પાલિકા જેમ ભુજ પાલિકા સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. પાલિકા પાસે સ્વભંડોળ નથી જેના કારણે ભુજ પાલિકા દેવાદાર બની છે. હાલમાં પાલિકા પાસે લાઈટબીલ ભરવા માટેના રૂપિયા નથી. તથા પાલિકા સમયસર પોતાનું વીજબીલ નહિ ભરપાઈ નહીં કરતાં પીજીવીસીએલ વિભાગે નોટિસ ફટકારી પોતાનું બાકી લેણું ભરવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી લંડન ગયા અને એકાઉન્ટન્ટે રૂ.48 લાખનો ખેલ પાડ્યો
પાલિકા આગામી દિવસોમાં સૌરઉર્જા માટે વિચારી રહી છે
સમગ્ર મામલે ચીફ ઓફિસરનું કહેવું છે કે પાલિકા આગામી દિવસોમાં સૌરઉર્જા માટે વિચારી રહી છે. હાલમાં પાલિકા નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું છે. જેમાં સોલાર પેનલ લગડવામાં આવશે. જેના કારણે પાલિકા વીજબિલમાંથી રાહત મળશે.